સુરત : વરાછા પોલીસ સ્ટેશન સામે આવેલ શો-રૂમમાંથી રૂ. 42 લાખના માલમત્તાની ચોરી, તસ્કરોની કરતૂત CCTVમાં કેદ

0

સુરત શહેરના વરાછા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સામે જ રિલાયન્સ શો-રૂમમાંથી રૂપિયા 42 લાખના માલમત્તાની ચોરી થઈ હોવાની ઘટના બની છે. રાત્રી દરમ્યાન કારમાં આવેલા તસ્કરો ઘટનાને અંજામ આપી ફરાર થઈ જતાં પોલીસ દોડતી થઇ ગઇ છે.

સુરતમાં તસ્કરોએ દિવાળીના સમયે જ પોલીસ સ્ટેશનની સામે આવેલ શો-રૂમમાંથી ચોરી કરી પોલીસને પડકાર ફેંક્યો છે. શહેરના વરાછા વિસ્તારમાં આવેલ પોલીસ સ્ટેશનની બરાબર સામે રિલાયન્સનો શો-રૂમ આવ્યો છે. ઇલેક્ટ્રોનિક વસ્તુઓનું વેચાણ કરતા આ શો-રૂમમાં રાત્રી દરમ્યાન એક કારમાં 3 તસ્કરો આવ્યા હતા. જેમાં શો-રૂમનું શટર ઉંચુ કરી અંદર પ્રવેશ કર્યો હતો, ત્યારે શો-રૂમમાં રાખેલ 205 નંગ મોબાઈલ ફોન, ટેબ્લેટ, બ્લુતુથ સ્પીકર મળી કુલ રૂપિયા 43 લાખથી વધુના સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં વરાછા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે તસ્કરોની તમામ કરતૂત CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી, ત્યારે હાલ વરાછા પોલીસે શો-રૂમ તેમજ આજુબાજુના CCTV ફુટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here