સુરત: વાવની વસિષ્ઠ વિદ્યાલયમાં સ્પર્શ કાર્યક્રમ યોજાયો
BY Connect Gujarat17 Dec 2019 10:18 AM GMT

X
Connect Gujarat17 Dec 2019 10:18 AM GMT
કામરેજ તાલુકાના વાવ પાસે આવેલ વસિષ્ઠ વિદ્યાલય દ્વારા બાળકોમાં રહેલી ગર્ભિત શક્તિઓને ઉજાગર કરવા અને બાળપણના સ્મરણોને તાજા કરવા ધોરણ 1 થી 5 ના બાળકો અને વાલીઓ માટે સ્પર્શ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રમત ગમત પ્રત્યેની અભિરૂચી ઉજાગર કરવા વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું અને 3 અને 4 વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં સ્પોર્ટસ ડાન્સ, આર્મી ડાન્સ, ગ્રુપ ડાન્સ, ફની ડાન્સ,એક્ટીવીટી, રામાયણ, શિવ વંદના, મિશન મંગળ જેવી કૃતિઓ રજૂ કરી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓએ પણ જૂની યાદો તાજી કરી હતી અને સોયદોરા,મટકા બેલેન્સ દોડ જેવી રમતોનો આનંદ ઉઠાવ્યો હતો. પ્રથમ, દ્વિતીય,તૃતીય સ્થાને આવેલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં પણ આવ્યા હતા.
Next Story