સુરત : હેડ એન્ડ શોલ્ડર્સ શેમ્પૂના નામે ડુપ્લીકેટ શેમ્પૂનું વેચાણ કરતા 3 ઈસમોની ધરપકડ…
સુરતના ઉત્રાણ વિસ્તારમાં હેડ એન્ડ શોલ્ડર્સ નામનો ઉપયોગ કરી ડુપ્લીકેટ શેમ્પુ બનાવી વેચાણ કરતા 3 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે.
સુરતના ઉત્રાણ વિસ્તારમાં હેડ એન્ડ શોલ્ડર્સ નામનો ઉપયોગ કરી ડુપ્લીકેટ શેમ્પુ બનાવી વેચાણ કરતા 3 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. આરોપી પાસેથી રૂ. 7 લાખથી વધુના મુદામાલમાં શેમ્પુ અને બોટલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરતના અમરોલી વિસ્તારમા વેદાંત ઇન્ડસ્ટ્રીઝમાં શેમ્પુની ફેકટરી ચાલુ કરી વધુ નફાની લાલચમાં બ્રાન્ડેડ કંપની હેડ એન્ડ શોલ્ડર્સના નામના સ્ટીકરો લગાવી શેમ્પુનું વેચાણ શરૂ કર્યું હતું. જેમાં 3 જેટલા લોકોએ અમરોલીમાં શેમ્પુ તૈયાર કરી ઉત્રાણના વીઆઈપી સર્કલ પાસે આવેલા શ્રીનાથજી આઇકોનની દુકાનમાં વેચાણ કરતાં હતા. જેને લઈ હેડ એન્ડ શોલ્ડર્સ કંપનીને જાણ થઈ જતા તેમણે તપાસ કરી પોલીસને જાણ કરી હતી. જેથી ઉત્રાણ પોલીસ અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્થળ પર જઈ રેડ કરવામાં આવતા. શેમ્પુની ખાલી બોટલો, શેમ્પુ ભરેલા બેરલ તેમજ સ્ટીકર સહિતનો મુદામાલ મળી કુલ રૂ. 7.35 લાખાનો મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપી જેમિલ ભરોળિયા, હાર્દિક ભરોળિયા અને નિકુંજની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.