Connect Gujarat
સુરત 

સુરત : ઉમરપાડામાં દેવઘાટ પાસે 365 દિવસમાં 800 કરોડ લીટર વરસાદી પાણી ભુર્ગભમાં ઉતારાયું

ગુજરાતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં વરસાદી પાણીના સંગ્રહ માટે વન વિભાગ તરફથી નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે.

સુરત : ઉમરપાડામાં દેવઘાટ પાસે 365 દિવસમાં 800 કરોડ લીટર વરસાદી પાણી ભુર્ગભમાં ઉતારાયું
X

ગુજરાતના ચેરાપુંજી ગણાતા ઉમરપાડામાં વરસાદી પાણીના સંગ્રહ માટે વન વિભાગ તરફથી નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે....

ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં પડે છે. એટલે જ ઉમરપાડાને રાજ્યનું ચેરાપુંજી પણ કહેવામાં આવે છે. દર વર્ષે 100 ઇંચ કરતા વધુ વરસાદ આ વિસ્તારમાં પડે છે. માત્ર 12 કલાકમાં 15 થી 20 ઇંચ વરસાદ પડયાનો રેકોર્ડ પણ અહીં બનવા પામ્યો છે. પરંતુ ઉમરપાડા તાલુકો પર્વતીય વિસ્તાર હોવાને કારણે અહીં પાણીનો સંગ્રહ થતો નથી. ઉમરપાડા અને માંડવી તાલુકામાં પાણીનો સંગ્રહ મોટી સમસ્યા છે. ચોમાસા દરમ્યાન અનરાધાર વરસાદ વરસતો હોવાં છતાં ઉનાળા દરમ્યાન પાણીની તંગી જોવા મળે છે.

આ વિસ્તારમાં પાણીની સમસ્યા એટલી હદે જોવા મળે છે કે માણસો જ નહીં પરંતુ વન્ય જીવો પણ પીવાના પાણી માટે વલખા મારતા જોવા મળે છે. વન વિભાગના ડીએફઓ પુનિત નાયરના ધ્યાને આ વાત આવતા તેમને તજજ્ઞો સાથે ચર્ચા કર્યા બાદ એક ઉપાય શોધી કાઢ્યો છે. પર્વતીય વિસ્તારમાં પાણીનો સંગ્રહ કરવો અસંભવ હોવાને લીધે ભૂગર્ભ જળ સ્તર ઉંચા લાવવાની દિશામાં કામ કરવામાં આવ્યું. ઉમરપડા પાસે આવેલા દેવઘાટ વિસ્તારમાંથી નીચે આવતા પાણીને સીધું જમીનમાં ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી. આ વર્ષે 800 કરોડ લીટર પાણી ભૂગર્ભમાં ઉતારવામાં આવ્યું છે. જેના લીધે ભૂગર્ભજળ ઉપર આવ્યા છે. આ વિસ્તારમાં ભૂગર્ભ જળ 50 ફૂટ કરતા નીચે હતા તે હવે 25 થી 30 ફૂટ પર આવી ગયા છે.

Next Story