Connect Gujarat
સુરત 

સુરત : આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી પર હુમલો, ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયા

વિધાનસભાની ચૂંટણી ટાણે ભાજપ- કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ઉતાર ચઢાવનો માહોલ ચાલી રહ્યો છે.

સુરત : આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી પર હુમલો, ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયા
X

વિધાનસભાની ચૂંટણી ટાણે ભાજપ- કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં ઉતાર ચઢાવનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આજે એક આમ આદમી પાર્ટીના મહામંત્રી અને સર્વે સર્વા ગણાતા મનોજ સોરઠીયા પર સુરતમાં રાત્રે લોહિયાળ હુમલો થયો હતો આ હુમલા પાછળ આપ પાર્ટી ભાજપ નો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે.

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, વિપક્ષના લોકો પર આ રીતે હુમલો કરવો યોગ્ય નથી. ચૂંટણીમાં આપણે જીતતા અને હારતા રહીએ છીએ, પરંતુ હિંસાથી વિપક્ષને કચડી નાખવું એ ગુજરાતની સંસ્કૃતિ વિરુદ્ધ છે અને લોકોને તે ગમતું નથી. હું ગુજરાતના સીએમ ને અપીલ કરું છું કે ગુનેગારને કડકમાં કડક સજા આપવામાં આવે અને દરેકની સુરક્ષા કરે. મળતી માહિતી પ્રમાણે, સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના મહામંત્રી અને સર્વે સર્વા ગણાતા મનોજ સોરઠીયા પર લોહિયાળ હુમલો થયો છે. આ જીવલેણ હુમલામાં મનોજ સોરઠીયા ના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે. જાણવા મળી રહ્યું છે કે, અસામાજિક તત્વોએ લોખંડની પાઇપથી હુમલો કર્યાનો આપ નેતાઓએ આરોપ લગાવ્યો છે હુમલા બાદ તાત્કાલિક મનોજ સોરઠીયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા તો પોલીસ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે

Next Story