Connect Gujarat
સુરત 

સુરત : "તમારો વીમો પાકી ગયો છે" કહી લોકો સાથે છેતરપિંડી કરતાં દિલ્હીના બન્ટી-બબલી ઝડપાયા...

દિલ્હીમાં બેઠા બેઠા સુરતના લોકો સાથે છેતરપિંડી કરનાર બન્ટી બબલીની ડિંડોલી પોલીસે ધરપકડ કરી છે.

X

દિલ્હીમાં બેઠા બેઠા સુરતના લોકો સાથે છેતરપિંડી કરનાર બન્ટી બબલીની ડિંડોલી પોલીસે ધરપકડ કરી છે. બન્નેએ મળી દેશભરમાં લોકો સાથે રૂપિયા 3 કરોડથી વધુની છેતરપીંડી આચરી છે. આ બંટી બબલીની મોડ્સ ઓપરેન્ડી જાણી તમે પણ ચોકી જશો...

ગુજરાતમાં ઓનલાઈન ચીટિંગના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે તેને ધ્યાનમાં રાખી હવે ગુજરાત પોલીસ પણ અત્યાધુનિક બની અને આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરી રહી છે. સુરતની ડિંડોલી પોલીસે માહિતીના આધારે દિલ્હીથી એક બંટી બબલીની ધરપકડ કરી છે. પોલીસના હાથે ઝડપાયેલ બંટી-બબલી લોકોને ફોન દ્વારા વીમા પોલીસી પાકી ગઈ હોવાની માહિતી આપીને રૂપિયા પડાવતા હતા. સુરતના ડિંડોલી પોલીસ મથકે એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં એક્સાઇડ કંપનીની બાકી પડતી વીમા રકમ 16.50 લાખ પરત કરવા અંગે ફોન પર લલચામણી વાતો કરીને ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે કુલ 1 લાખ 5 હજાર રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.

બાદમાં ફરિયાદીને ખ્યાલ આવ્યો કે, તેમની સાથે છેતરપિંડી થઈ છે, ત્યારે જે કોલ આવ્યા તેની ઉપર વારંવાર કોલ કરતાં કોઈ રીપ્લાય ન આવતા ફરિયાદી દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરાય હતી. ડિંડોલી પોલીસે તાત્કાલિક નંબર ટ્રેસ કરતાં માહિતી બહાર આવી હતી કે, દિલ્હીના કોઈ બંટી બબલી છેતરપિંડીને અંજામ આપી રહ્યા છે. તેના આધારે ડિંડોલી પોલીસની એક સર્વે ટીમ દિલ્હી પહોચી હતી. જેમાં પોલીસને જાણવા મળ્યું હતું કે, આ બંટી-બબલીની જોડી અલગ અલગ રાજ્યોના લોકોને ફોન કરીને છેતરપિંડીને અંજામ આપે છે, ત્યારે સુરતની ડિંડોલી પોલીસે દિલ્હીથી અશર્દ રઝા જમીનદાર અને મધુ મહેશ કિશનલાલ શર્મા નામના બંટી બબલીની ધરપકડ કરી હતી. સાથે જ પોલીસે અલગ-અલગ એટીએમ કાર્ડ, ડેબિટ કાર્ડ, પાસબુક, લેપટોપ, સીમકાર્ડ અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો.

Next Story