Connect Gujarat
સુરત 

સુરત: માનહાની કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને મળી રાહત, કોર્ટે 13મી એપ્રિલ સુધીના જામીન આપ્યા

માનહાની કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજરોજ સુરત કોર્ટમાં હાજર થયા હતા ત્યારે નામદાર કોર્ટે તેઓને 13મી એપ્રિલ સુધીના જામીન આપ્યા છે

X

માનહાની કેસમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજરોજ સુરત કોર્ટમાં હાજર થયા હતા ત્યારે નામદાર કોર્ટે તેઓને 13મી એપ્રિલ સુધીના જામીન આપ્યા છેજ્યારે તેમની સજા રદ્દ કરવાની અરજી પર તારીખ ત્રીજી મેના રોજ સુનવણી હાથ ધરવામાં આવશે

સુરતની કોર્ટમાં કોંગ્રેસી સાંસદ રાહુલ ગાંધી સામે ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ 'મોદી' અટક ધરાવતી વ્યક્તિઓ પર ટિપ્પણી કરવા બદલ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં 23 માર્ચે ચુકાદો આવ્યો હતો, જેમાં રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા અને પંદર હજાર રૂપિયાના દંડની સજા સંભળાવી હતી. આ ચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીન માગ્યા હતા અને તરત જ 30 દિવસના જામીન આપવામાં આવ્યા હતા. સજાના બીજા જ દિવસે 24 માર્ચે રાહુલ ગાંધીને સાંસદપદ ગુમાવવું પડ્યું હતું. હવે આજરોજ સાંસદપદ ગુમાવ્યાના 11 દિવસ બાદ રાહુલ ચુકાદા સામે સુરતની સેશન્સ કોર્ટમાં અરજી કરવા આવ્યાં છે. સુરક્ષાને પગલે પોલીસ દ્વારા રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.સુરત જિલ્લાના મહિલા નેતાઓને નજર કેદ કરાયા છે. તો રાહુલ ગાંધીના સમર્થનમાં મુંબઈથી પણ કોંગ્રેસના કાર્યકરો આવ્યાં છે.રાહુલ ગાંધીની સજા પર સ્ટે પરની વધુ સુનાવણી 13 એપ્રીલના રોજ હાથ ધરાશે. જ્યારે તેમની સજા રદ્દ કરવાની અરજી પર તારીખ ત્રીજી મેના રોજ સુનવણી હાથ ધરવામાં આવશે

Next Story