Connect Gujarat
સુરત 

સુરત : દોષિત ફેનિલને કોર્ટમાં રજૂ કરાયો, આજે સંભળાવાશે સજા

પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં દોષિત ફેનિલ ગોયાણીને કોર્ટેમાં રજૂ કરવામાં આવ્યો છે.

સુરત : દોષિત ફેનિલને કોર્ટમાં રજૂ કરાયો, આજે સંભળાવાશે સજા
X

સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં દોષિત ફેનિલ ગોયાણીને કોર્ટેમાં રજૂ કરવામાં આવ્યો છે. આજે કોર્ટમાં સજા સંભળાવવામાં આવી શકે છે. સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં દોષિત ફેનિલ ગોયાણીને કોર્ટેમાં રજૂ કરવામાં આવ્યો છે. આજે કોર્ટમાં સજા સંભળાવવામાં આવી શકે છે. હાલ ફેનિલ લાજપોર જેલમાં બંધ છે.ત્યારે આજે એટલે કે 5મીના રોજ ફેનિલને શું સજા મળશે તેના પર સૌ કોઈની નજર છે.

ગત 22મી એપ્રિલના રોજ આખો દિવસ સજા પર દલીલો થઈ હતી. પહેલા બચાવ પક્ષે દલીલ કરી હતી, ત્યાર બાદ સરકાર પક્ષે દલીલ કરી હતી. ત્યાર બાદ ફરી બચાવ પક્ષની દલીલો થઈ હતી. બંને પક્ષની દલીલો બાદ જજે તારીખ 26 એપ્રિલ આપી હતી. જોકે કોર્ટ દ્વારા સજાની તારીખ 5 મે જાહેર કરાઈ છે. એ પ્રમાણે આજે સંભવતઃ સજાનો ચુકાદો જાહેર કરવામાં આવશે.

Next Story