/connect-gujarat/media/post_banners/aff1ed589886fc9e6b49ebde96954c9a5bf265798e4c4975e7fb6b67765a4055.jpg)
એરપોર્ટ માટે ખુડાના ડેવલપમેન્ટ પ્લાનમાં સુરતના આભવા ગામની વિશાળ જમીન સંપાદન લેવા સામે ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. વર્ષ 1989, 1999 અને હવે 2022માં ફરી આ જમીનને સંપાદન લેવા સામે ખેડૂતોમાં રોષ ફેલાયો છે. આ મામલે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ન્યાયની માંગ કરી છે.
સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના આભવા ગામના ખેડૂતોની ફળદ્રુપ જમીન વારંવાર જુદા જુદા હેતુ માટે સંપાદનમાં લેવાની પ્રક્રિયાથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે. અગાઉ વર્ષ 1989, 1999 અને હવે 2022માં ફરી આભવા ગામની જમીન સંપાદનમાં લેવા સામે ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. આ અંગે આભવા ગામના ખેડૂત અગ્રણીઓની બેઠક યોજાય હતી. જેમાં ખેડૂત આગેવાનોએ આ વખતે એરપોર્ટના હેતુ માટે બિનજરૂરી રીતે 700 એકર જમીન સંપાદન હેઠળ મુકવાની દરખાસ્ત ખુડાના ડીપીમાં સામેલ કરી સરકારની મંજુરી માટે મોકલવામાં આવી છે, ત્યારે તેનો વિરોધ નોંધાવવા માટે અસરગ્રસ્ત આભવા ગામના ૩૦૦ જેટલા ખેડૂતો સહીત 4 હજાર પરિવારો વતી ખેડૂતો આગેવાનોએ જિલ્લા કલેક્ટર અને ખુડાના મુખ્ય અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું હતું. જેમાં રીઝર્વેશન ડ્રાફ્ટ સંપૂર્ણ પણે હટાવી લેવામાં આવે તેવી માંગ સાથે ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.