Connect Gujarat
સુરત 

સુરત: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આચાર્ય જ કરતો હતો વિદ્યાર્થી સાથે જાતિય સતામણી,પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો

14 વર્ષના વિદ્યાર્થી સાથે આચાર્યએ આચરેલી હેવાનિયતનાં દૃશ્યો સામે આવ્યાં છે. બાળક સાથે વિકૃતિની તમામ હદ પાર કરી દીધી છે.

સુરત: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં આચાર્ય જ કરતો હતો વિદ્યાર્થી સાથે જાતિય સતામણી,પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો
X

સુરતના પુણા વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં 14 વર્ષના વિદ્યાર્થી સાથે પ્રિન્સિપાલે જાતિ સતામણી કરતો મામલો પુણા પોલીસમાં પહોંચ્યો છે.પોલીસે પ્રિન્સિપાલ નિશાંતકુમાર યોગેશકુમાર વ્યાસ (રહે, નીલકંઠશ્વેર સોસા, સુમૂલ ડેરી રોડ) સામે પોક્સો એકટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. એક 14 વર્ષના વિદ્યાર્થી સાથે આચાર્યએ આચરેલી હેવાનિયતનાં દૃશ્યો સામે આવ્યાં છે. બાળક સાથે વિકૃતિની તમામ હદ પાર કરી દીધી હોવાનું સ્પષ્ટ દેખાય છે.

આરોપી પ્રિન્સિપાલ નિશાંતકુમાર વ્યાસને કારણે પાલિકાની પ્રાથમિક શાળાની આબરૂના પણ ધજાગરા ઉડાવ્યા છે. પુણા પોલીસમાં પાલિકાના તપાસ સમિતિના નિરીક્ષકે ફરિયાદ આપી હતી, જેના આધારે પોલીસે પ્રિન્સિપાલ નિશાંતકુમાર યોગેશકુમાર વ્યાસ સામે પોક્સો એકટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. ગુનો દાખલ થતાંની સાથે પ્રિન્સિપાલ નિશાંતકુમાર ઘરેથી ભાગી ગયો છે. શાળાનો આચાર્ય નિશાંત વ્યાસ પોતાની કેબિનમાં 14 વર્ષના વિદ્યાર્થીને બોલાવી તેને નગ્ન કર્યો હતો. પછી અન્ય વિદ્યાર્થીને પ્રિન્સિપાલે પોતાનો મોબાઇલ શૂટિંગ ઉતારવા માટે આપ્યો હતો. પ્રિન્સિપાલની સાથે અન્ય કેટલાક વિદ્યાર્થીઓ નગ્ન વિદ્યાર્થીની મશ્કરી કરતા હતા. એટલું જ નહિ, તે વિદ્યાર્થીને નગ્ન કરી કેબિનમાં દોડાવતા હતા.

વિદ્યાર્થીનાં કપડાં પણ સંતાડી દીધાં હતાં. પુણાની શિક્ષણ સમિતિની શાળા નં.300ના આચાર્ય નિશાંત વ્યાસ દ્વારા બાળકોની કરાયેલી જાતીય સતામણી પ્રકરણમાં પાલિકા કમિશનરે સમૂળગી ઘટના અંગે તપાસ સમિતિ નીમી હતી. આ તપાસ સમિતિ દ્વારા પ્રાથમિક રિપોર્ટ આપવામાં આવતાં તેના આધારે આચાર્યને સસ્પેન્ડ કરાયો હતો. તપાસ સમિતિએ વીડિયોની પણ તપાસ કરી હોઈ, વીડિયો બેથી ત્રણ વર્ષ જૂના હોવાનું જણાયું છે.

Next Story