Connect Gujarat
સુરત 

સુરત: મંકીપોક્સના કેસોને પગલે સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ તૈયાર કરાયો,જુઓ કેવી છે તૈયારી

દેશમાં સામે આવેલા મંકીપોક્સના કેસોને પગલે સુરત સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે

X

દેશમાં સામે આવેલા મંકીપોક્સના કેસોને પગલે સુરત સિવિલ હોસ્પિટલમાં અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે

દેશમાં સામે આવેલા મંકીપોક્સના કેસોને પગલે રાજ્ય સરકાર દ્વારા અગમચેતીના પગલા લેવામાં આવી રહ્યા છે. રાજ્યના આરોગ્ય વિભાગની સુચનાને પગલે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં મંકીપોક્સના દર્દીઓ માટે વોર્ડ તૈનાત કરવામાં આવ્યો છે આ વોર્ડમાં વેન્ટીલેટર સાથે 10 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.સિવિલ હોસ્પિટલ ઇન ચાર્જિંગ આરએમઓ ઓમકાર ચૌધરીએ જણાવ્યું હતું કે જેવી રીતના કેરળમાં બે મંકીપોક્સ કેસના કેસ નોંધાયા છે તેને ધ્યાનમાં રાખી તેમજ સરકારના આદેશ મુજબ નવી સિવિલ હોસ્પિટલ ખાતે ત્રીજા માળે 10 મંકી પોક્સ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે સાથે જ ડોક્ટર અને નર્સની ટીમ પણ તૈનાત કરી દેવાય છે. બીજી બાજુ હાલમાં વરસી રહેલા ભારે વરસાદને ધ્યાનમાં રાખીને પુર જેવી સ્થિતીમાં પહોંચી વળવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે પણ એક વોર્ડ તૈનાત કરવામાં આવ્યો છે. કિડની બિલ્ડીંગમાં આ માટે 60 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે

Next Story