Connect Gujarat
સુરત 

સુરત : બ્રાન્ડેડ કંપનીની બોટલોમાં બનાવટી દારૂનું પેકીંગ અને વેચાણના નેટવર્કનો પર્દાફાશ, રૂ. 8 લાખનો મુદામાલ જપ્ત

સુરત જિલ્લા એલસીબી પીઆઈની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના પોલીસકર્મીઓ પ્રોહીબિશન ગુનાની શોધમાં હતા.

X

સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમે ઓલપાડ તાલુકાના કરમલા ગામની સીમમાં આવેલ આનંદો ગ્રીનવેલી રેસીડેન્સીમાંથી બનાવટી વિદેશી દારૂ બનાવવાની બ્રાન્ડેડ કંપનીની બોટલોમાં પેકીંગ કરી વેચાણ કરવાનું નેટવર્ક ઝડપી રૂ. 8 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે.

સુરત જિલ્લા એલસીબી પીઆઈની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટાફના પોલીસકર્મીઓ પ્રોહીબિશન ગુનાની શોધમાં હતા. તે દરમિયાન એલસીબી શાખાને ખાનગી રાહે બાતમી મળી હતી કે, ઓલપાડ તાલુકાના કરમલા ગામની સીમમાં આવેલ આંનદો ગ્રીનવેલી રેસીડેન્સી સોસાયટીના મકાન નંબર 186માં ચિરાગ ફતેસિંગ પઢીયાર તથા ધવલ જ્યંતિ પટેલ આ બન્ને મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે હલકી ગુણવતાનો વિદેશી દારૂનો જથ્થો લાવી જેમાં અલગ અલગ પ્રકારના કેમીકલ પ્રવાહી મિશ્રણ કરી બનાવટી વિદેશી દારૂ બનાવી રહ્યા છે. આ સાથે જ દારૂને કિંમતી બ્રાન્ડેડ કંપનીઓની વિદેશી દારૂની જુની ખાલી બોટલમાં ભરી મશીન દ્વારા પેકીંગ બાદ વેચાણ કરી રહ્યા છે. જેવી બાતમીના આધારે સ્થળ પર રેડ કરતાં કોઈ હાજર મળી આવ્યું ન હતું. જેથી એલસીબી પોલીસની ટીમે મકાન માલિકને બોલાવી ઘરનું તાળું ખોલી મકાનમાં તપાસ કરતાં મોટા પ્રમાણમાં અલગ-અલગ બ્રાન્ટેડ કંપનીની સીલબંધ નાની-મોટી 465 નંગ બોટલ, અલગ-અલગ કેમીકલ્સ તથા આલ્કોહોલ મિશ્રણ કરી તૈયાર કરેલ બનાવટી વિદેશી દારૂનું 218 પ્લાસ્ટિકની કોથળીઓમાં ભરેલ પ્રવાહી, બોટલને સીલ મારવાનું મશીન, એક રાઉટર, કાર અને મોપેડ સહિત પોલીસે રૂ. 8 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે આ નેટવર્ક સંડોવાયેલા ચિરાગ ફતેસિંગ પઢીયાર અને ધવલ જ્યંતિ પટેલને વોન્ટેડ જાહેર કરી બન્નેની ધરપકડના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Next Story