Connect Gujarat
સુરત 

સુરત : પોલીસ શહીદ દિવસ નિમિત્તે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા “શહિદ સંભારણા પરેડ” યોજાય...

આજે તા. 21 ઓક્ટોબરના રોજ સુરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.

X

દર વર્ષે તા. 21 ઓક્ટોબરના દિવસને પોલીસ દિવસ તરીકે મનાવવામાં આવે છે, સુરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ કમિશનર અજયકુમાર તોમરના અધ્યક્ષસ્થાને શહિદ સંભારણા પરેડનો કાર્યક્રમ યોજાયો હતો.

આજે તા. 21 ઓક્ટોબરના રોજ સુરત શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પોલીસ શહીદ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરના અધ્યક્ષસ્થાને “શહિદ સંભારણા પરેડ” કરવામાં આવી હતી. પોલીસ કમિશનરે જણાવ્યુ હતું કે, તા. 21 ઓક્ટોબર 1959ના દિવસે લદ્દાખમાં અક્સાઈ ચીનમાં ભારતના વીર જવાનો સરહદે પેટ્રોલિંગ કરી રહ્યા હતા, ત્યારે ચીને હુમલો કર્યો હતો. જેમાં તમામ જવાનો શહીદ થયા હતા, ત્યારથી દર વર્ષે તા. 21 ઓક્ટોબરના દિવસને પોલીસ દિવસ તરીકે મનાવવામાં આવે છે. સમગ્ર વર્ષ દરમિયાન ભારતભરમાં પોલીસના જવાનો શહીદ થાય તેમને આજના દિવસે વિશેષ યાદ કરવામાં આવે છે. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને શહીદ જવાનોના નામ વાંચી સંભળાવીને પરેડ કરવામાં આવે છે. પોલીસ 365 દિવસ સુધી કામ કરે છે, અને પોતાના જીવન અને સુખ સુવિધાની ચિંતા કર્યા વગર સખત અને સતત કામ કરતાં વીર જવાનોને આજના દિવસે નમન કરવામાં આવે છે.

Next Story