સુરત : યુવતીના ગળે બ્લેડ મુકનાર સનકી પ્રેમીની પોલીસે કરી ધરપકડ...

સુરત શહેરના મહિધરપુરા વિસ્તારના વસ્તા દેવડી રોડ પર યુવતીના ગળે બ્લેડ મુકનાર સનકી પ્રેમીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

સુરત શહેરના મહિધરપુરા વિસ્તારના વસ્તા દેવડી રોડ પર યુવતીના ગળે બ્લેડ મુકનાર સનકી પ્રેમીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફરી એકવાર સુરત શહેરના ચકચારી ગ્રીષ્મા હત્યાકાંડની યાદ અપાવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી અનુસારસુરતના મહિધરપુરા વિસ્તારના વસ્તા દેવડી રોડ પર 2 દિવસ પહેલા સનકી પ્રેમીએ યુવતીને હેરાન પરેશાન કરી મુકી હતી. જેમાં યુવતી તાબે નહીં થતા એક તરફી પ્રેમમાં પાગલ યુવકે યુવતીના ગળા પર બ્લેડ મુકી દીધી હતીત્યારે નજીકથી પસાર થતાં એક રાહદારીએ પોતાના જીવના જોખમે યુવતીને સનકી પ્રેમીએ ચુંગાલમાંથી મુક્ત કરાવી હતી.

જોકેયુવતીને મુક્ત કરાવવા ગયેલા યુવક પર સનકી પ્રેમીએ બ્લેડ વડે હુમલો કરી તેને ઘાયલ કર્યો હતો. તો બીજી તરફયુવતીને બચાવનાર યુવકનું પોલીસ તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કેજો યુવક વચ્ચે પડીને યુવતીને નહીં બચાવતે તો ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટના ઘટી જાત. સનકી પ્રેમીએ ઓરિસ્સાથી આવી યુવતી સાથે ચપ્પુની અણીએ દુષ્કર્મ ગુજાર્યું હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છેત્યારે હાલ તો પોલીસે સનકી પ્રેમીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

#Gujarat #Accused arrested #Surat #News #lover #Girl #surat police #Orissa #blade
Here are a few more articles:
Read the Next Article