/connect-gujarat/media/post_banners/5c0b4e592cdb0e6d17dcea86ecbf46f2eb5b6f7339823993386129498356bdec.jpg)
31st ડિસેમ્બરની ઉજવણીને ધ્યાનમાં રાખી સુરત શહેરની ઉધના પોલીસે અશોક સમ્રાટ નગરમાં દરોડા પાડી 540 વિદેશી દારૂ બોટલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે.
31st ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી કરવા માટે લોકોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે મોટા પાયે અન્ય રાજ્યમાંથી સુરતમાં દારૂ પ્રવેશવાની શક્યતા પણ વધુ રહેતી હોય છે. 31st ડિસેમ્બરની ઉજવણી ધામધૂમથી અને શાંતિપૂર્ણ મહોલમાં થાય તે માટે સુરત પોલીસ એક્શનમાં આવી છે. જેમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી અટકાવવા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
આ દરમ્યાન ઉધના પોલીસે બાતમીના આધારે અશોક સમ્રાટ નગરમાં દરોડા પાડ્યા હતા, જ્યાં એક ઇસમ પાસેથી 540 નાગ વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. હાલ ઉધના પોલીસે આરોપી વિરુદ્ધ રિમાન્ડ મેળવવાની કામગીરી હાથ ધરી અન્ય મુખ્ય આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.