Connect Gujarat
સુરત 

સુરત : પોલીસ ભરતી પર માવઠાની અસર, મેદાનોમાં પાણી ફરી વળતાં શારીરિક કસોટીની પરીક્ષા મોકૂફ...

LRD-PSIની યોજાવાની હતી શારીરિક કસોટીની પરીક્ષા, સતત વરસતા કમોસમી વરસાદના કારણે પરીક્ષા મોકૂફ

X

શિયાળાની સીઝનમાં પણ વરસાદી માહોલ સર્જાતા તેની સીધી અસર પોલીસ ભરતી પર થઈ છે, ત્યારે સુરતમાં તા. 3 અને 4 ડિસેમ્બરે યોજાનારી LRD અને PSIની શારીરિક કસોટીની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.

લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ટ્વીટ કરી જણાવ્યું છે કે, પોલીસ વિભાગમાં LRD અને PSIની ભરતી માટે શારીરિક કસોટીની પરીક્ષા લેવામાં આવનાર છે. જોકે, હાલ છેલ્લા 2 દિવસથી કમોસમી વરસાદના કારણે સુરતના તમામ મેદાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે, ત્યારે હાલ તો તમામ મેદાનોની સમીક્ષા કરાતા ઉમેદવારોની શારીરિક કસોટીની પરીક્ષા થઈ શકે તેમ ન હોવાથી હાલ પુરતી આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. જોકે, છેલ્લા ઘણા સમયથી મહેનત કરી રહેલા યુવાનોમાં હાલ નિરાશા જોવા મળી રહી છે.

Next Story