Connect Gujarat
સુરત 

સુરત:SMCના આરોગ્ય વિભાગના પનીરના વિક્રેતાઓને ત્યાં દરોડા,સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલાયા

હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીજન્ય રોગચાળામાં વધારો જોવા મળી રહયો છે ત્યારે સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ સફાળુ જાગ્યુ છે.

X

સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ પનીરના વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા અને સેમ્પલ લીધા હતા

હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીજન્ય રોગચાળામાં વધારો જોવા મળી રહયો છે ત્યારે સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ સફાળુ જાગ્યુ છે. ઠાદા દિવસ પૂર્વે કેરીનો રસ વેચતા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા બાદ હવે શહેરમાં પનીરનું વેચાણ કરતા વેપારીઓ પર તવાઈ બોલાવવામાં આવી છે. આરોગ્ય વિભાગના અધિકારીઓએ પનીરનું વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા હતા અને પનીરના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા. આ અંગેનો રિપોર્ટ 14 દિવસ બાદ આવશે ત્યાર પછી કાર્યવાહી હાથ ધરાશે. આરોગ્ય વિભાગની કાર્યવાહીના કારણે વેપારીઓમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે .

Next Story