Connect Gujarat
સુરત 

સુરત : સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા તૈયાર થનાર હોસ્ટેલ પ્રોજેક્ટની વિશિષ્ટ વ્યક્તિઓએ લીધી મુલાકાત

ગુજરાતી ભાષામાં અનેક પુસ્તકો લખનાર લેખક જય વસાવડાએ સુરતમાં નિર્માણ થનાર હોસ્ટેલ અંગે ખુશી વ્યક્ત કરી હતી.

સુરત : સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા તૈયાર થનાર હોસ્ટેલ પ્રોજેક્ટની વિશિષ્ટ વ્યક્તિઓએ લીધી મુલાકાત
X

ગુજરાતના જાણીતા લેખક અને વક્તા જય વસાવડા તથા ગુજરાતી નાટકના કલાકાર અને RJ દેવકી શુક્રવારે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત તરફથી નિર્માણધીન હોસ્ટેલ પ્રોજેક્ટની મુલાકાતે આવ્યા હતા. સુરતના વરાછા રોડ પર વાલક નજીક રૂપિયા 200 કરોડના ખર્ચે તૈયાર થનાર હોસ્ટેલ પ્રોજેક્ટની મુલાકાતે આવેલા એવોર્ડ વિનર RJ દેવકીએ જણાવ્યું હતું કે, ગુજરાતી ભાષાના સંવર્ધન માટે માત્ર લોકજાગૃતિ જ એક ઉપાય છે. ગુજરાતી ફિલ્મ અને ગુજરાતી નાટકો જોનારો વર્ગ ઘટતો જાય છે. પરિણામે ગુજરાતી ભાષાની સમૃધ્ધિ ઘસાતી જશે. નવી જનરેશન ગુજરાતી ભાષા યોગ્ય રીતે બોલી શકશે નહીં.

ગુજરાતી ભાષામાં અનેક પુસ્તકો લખનાર લેખક જય વસાવડાએ સુરતમાં નિર્માણ થનાર હોસ્ટેલ અંગે ખુશી વ્યક્ત કરી હતી. કેશુભાઈ પટેલ ઓડીટોરીયમના માધ્યમથી એક વિશેષ સેવા થઇ શકશે. પાટીદાર ગેલરી પાટીદારના ઇતિહાસને જીવંત કરી આવનારી પેઢીને દિશા આપશે. શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજી આર. ભાલાળા, ઉપપ્રમુખ સવજી વેકરીયા તથા હરિ કથીરીયાએ ગુજરાતના ગૌરવ એવા બંને વિશિષ્ઠ વ્યક્તિઓને સન્માનિત કર્યા હતા. આ પ્રસંગે ટ્રસ્ટી હિંમત ધોળકિયા, ભવાન નવાપરા, કાંતિ મારકણા, દિલીપ વસાણી, કાળુ સેલડીયા, ભરતભા સતાસિયા તથા અંકીત બુટાણી સહિતના કાર્યકર્તાઓએ વિચારગોષ્ઠીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમનું સંકલન ભાવેશ રફાળીયા તથા અશ્વીન વાગડીયાએ કર્યું હતું.

Next Story