/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/04/maxresdefault-178.jpg)
આજરોજ સુરેન્દ્રનગરમા કોંગ્રેસની સભા બલદાણા ગામે યોજાઈ હતી. જ્યા હાર્દિક પટેલના ચાલુ ભાષણ દરમિયાન તરૂણ ગજ્જર નામના વ્યક્તિએ સ્ટેજ પર ચઢી હાર્દિક પટેલને લાફો માર્યો હતો. જે બાદ સ્થાનિક કાર્યકર્તાઓ અને મહિલાઓ એ તરુણ ગજ્જરને ઢોર માર માર્યો હતો.તો રોષે ભરાયેલા કેટલાંક યુવાનોએ તો તરુણ ગજ્જરના કપડા પણ કાઢી નાંખી માર માર્યો હતો. જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલમા ખસેડવામા આવ્યો છે.
કનેકટ ગુજરાત સાથેની વાતચીતમા તરુણ ગજ્જરે જણાવ્યુ હતુ કે મને ત્રણ વર્ષથી હાર્દિક પટેલ પર ગુસ્સો છે. હુ બે વખત હાર્દિકનો વિરોધ કરવાનો પ્રયાસ કરી ચુક્યો છુ. હાર્દિક પટેલની જ્યારે અમદાવાદમા સભા હતી ત્યારે મારી પત્ની કલોલમા હોસ્પિટલમા દાખલ હતી. ત્યારે તેણી પ્રેગનેન્ટ હતી અને અમને ખુબ તકલીપ પડી હતી. તો ત્યારબાદ મારો દિકરો સવા વર્ષનો થયો હતો અને તે એક હોસ્પિટલમા હતો. તે સમયે હાર્દિક સુરતની જેલમા છુટતા ઈન્ટરનેટ સેવા બંધ કરવામા આવી હતી. રસ્તાઓ ત્યારે પણ ચક્કાજામ થયા હતા અમને ઘણી તકલિફોનો સામનો કરવો પડયો હતો. ત્યારે જ મે મનથી નક્કી કર્યુ હતુ કે હુ આને શબક શિખવાડીશ. હાર્દિક પટેલ પોતાની જાતને ગુજરાતનો હિટલર સમજે છે. તે ગુજરાતનો બાપ થોડીના છે તે ધારે ત્યારે ગુજરાત બંધ થઈ જાય.
હાર્દિક પટેલ સાથે બનેલ ઘટના અને તરુણ ગજ્જરને જે રીતે માર મારવામા આવ્યો છે. તે બાબતે સુરેન્દ્રનગર એસપીએ તપાસના આદેશ આપ્યા છે. તો સાથેજ પત્રકારો સાથેની વાતચીતમા જણાવ્યુ છે કે તરુણ ગજ્જરે પોલીસ સાથેની પ્રાથમિક વાતચિતમા કોઈ પાર્ટી સાથે ન સંકળાયેલો હોવાનુ જણાવ્યુ છે. તો સાથે જ પાટીદાર આંદોલન સમયે પોતાના પરિવારને જે તકલિફ પડી તેના કારણે તેણે આ પ્રકારનુ પગલુ ભર્યાનુ જણાવ્યું છે.