સુરેન્દ્રનગર : દિયર અને ભાભી વચ્ચે હતા અનૈતિક સંબંધ, જુઓ પછી એવું બન્યું કે પરિવાર થઈ ગયો વેર વિખેર..!

0

સુરેન્દ્રનગર જિલ્લામાં ગુન્હાખોરી અટકવાનું નામ નથી લઈ રહી, ત્યારે જીલ્લામાં રોજ કોઇના કોઇ ગુન્હા બનતા હોય છે. તેવામાં ગંગાનગર વિસ્તારમાં સગી ભાભીએ દિયરની હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર, સુરેન્દ્રનગરમાં જર, જોરૂ અને જમીનની બાબતે હત્યા થઈ હોવાની વિગતો સપાટી પર આવી છે. ગંગાનગર વિસ્તારમાં રહેતા સાગર સાંતલપરા ખેત મજુરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના પત્નીનું અવસાન થયા બાદ તેઓ ભાભી, ભત્રીજા અને પુત્ર સાથે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. સાગરભાઇ અને કુંટુબના સભ્યો ખમીસણા ગામે માતાજીનો માંડવો હોવાથી પ્રસાદ લેવા ગયા હતા, ત્યારે મોડી રાત્રે સાગરભાઇ, ભાભી અને ભત્રીજો પરત ગંગાનગર આવી ગયા હતા, ત્યારે સાગરભાઇ ઘરના ફળીયામાં ખાટલો ઢાળી સુતા હતા તે દરમ્યાન કોઇક અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથીયારોના ઘા મારી તેનું ઢીમ ઢાળી દીધું હતું, ત્યારે સવારના સુમારે પરિવારના સભ્યોએ તેઓના મૃતદેહને ખાટલામાં લોહીલુહાણ હાલતમાં જોયો હતો. જેથી આજુબાજુના લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટના સ્થળે ડોગ સ્કવોર્ડ અને ફિંગર પ્રિન્ટના નિષ્ણાંતોને બોલાવી તપાસ હાથ ધરી હતી, ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે, સગી વિધવા ભાભી એ જ તેના દિયરનું ઢીમ ઢાળી દીધું છે. પોલીસે હત્યાના આરોપી કસ્તુરીબેનની પૂછપરછ કરતાં બન્ને વચ્ચે પ્રેમસંબધ હોવાથી અનૈતિક સંબધો હતા. પરંતુ કસ્તુરીબેનના બાળકો મોટા થયા હોવાથી કસ્તુરીબેન એ સંબધો રાખવાની સાગરભાઇને વારંવાર ના કહેતા હતા. છતાં તેઓ પરાણે સંબંધો રાખતા હતા. જેથી રાતના સમયે સાગરભાઇ બહાર ખાટલામાં સુતા હતા, ત્યારે આરોપી ભાભી કસ્તુરીબેનએ છરીના ઘા મારી તેની હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. હાલ પોલીસે હત્યારી ભાભીની અટક કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here