Connect Gujarat
Featured

“આશ્ચર્ય” : સુરતમાં માત્ર રૂ. 150નું સફાઈ કરવાનું પોતું ચોરાયું, જુઓ પછી પોલીસ ફરિયાદ થતાં શું થયું..!

“આશ્ચર્ય” : સુરતમાં માત્ર રૂ. 150નું સફાઈ કરવાનું પોતું ચોરાયું, જુઓ પછી પોલીસ ફરિયાદ થતાં શું થયું..!
X

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં માત્ર 150 રૂપિયાનું સફાઈ કરવાનું પોતું ચોરાઈ જતા પોલીસે ગુન્હો નોંધતા લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું. જોકે CCTV ફૂટેજના આધારે પોલીસે ચોરીના ગુન્હામાં સંડોવાયેલા 3 આરોપીની ધરપકડ કરી હતી.

મળતી માહિતી અનુસાર, સુરતના અમરોલી ખાતે રહેતા જનક ભાલાળા હીરા દલાલીનો વ્યવસાય કરે છે, સાથે જ તેઓ આરટીઆઈ એક્ટીવીસ્ટ પણ છે. યોગીચોક ખાતે સહજાનંદ બિઝનેસ હબમાં આવેલ તેઓની ઓફીસમાં 3 ઇસમો આવી ઓફીસ બહાર મુકવામાં આવેલ માત્ર 150 રૂપિયાનું સાફ સફાઈ કરવાનું પોતું ચોરી કરી નાસી ગયા હતા. જોકે પોલીસ મથકમાં સામાન્ય માણસ જ્યારે ફરિયાદ કરવા જાય છે, ત્યારે તેના ચપ્પલ ઘસાઈ જતા હોય છે. છતાં પણ પોલીસ ફરિયાદ નોંધાતી નથી. જ્યારે સામાન્ય 150 રૂપિયાની ચોરીની ફરિયાદ થતાં સરથાણા પોલીસે ફરિયાદ નોંધી હતી. જોકે CCTV ફૂટેજના આધારે પોલીસે 3 આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા ત્રણેય આરોપીની વધુ પૂછપરછ કરાતા, ત્રણેય આરોપીઓ નશેડી છે, તેઓનો કોઈ વ્યક્તિ સાથે વિવાદ થતા કોઈ હથીયારની જરૂર પડતાં જનક ભાલાળાની ઓફીસની બહાર પડેલ પોતું ચોરી કરી ઝઘડો કરવા ગયા હતા. જોકે માત્ર 150 રૂપિયાનું સફાઈ કરવાનું પોતું ચોરી બનાવનો પોલીસ મથકે ગુન્હો નોંધાતા લોકોમાં ભારે આશ્ચર્ય સર્જાયું હતું.

Next Story