મહારાષ્ટ્રમાં હિન્દી વિરુદ્ધ વિરોધ, 5 જુલાઈએ રાજ-ઉદ્ધવ ઠાકરે ભેગા થશે
રાજ્યમાં મરાઠી ઓળખના રક્ષણ અને હિન્દી લાદવાના વિરોધમાં 5 જુલાઈએ મુંબઈમાં એક ભવ્ય માર્ચ કાઢવામાં આવશે. આ માર્ચમાં શિવસેના જૂથના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરે પહેલીવાર એક મંચ પર સાથે જોવા મળશે.