ભરૂચ: 21 લોકોના ઘરે હંમેશા માટે કોઈ રાહ જોતું જ રહી ગયું !જુઓ સ્પેશ્યલ રિપોર્ટ
ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણઝાર જોવા મળી હતી. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.માર્ગો લોહી લુહાણ અને કાળમુખા બની રહ્યા છે.
ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વણઝાર જોવા મળી હતી. જેમાં અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.માર્ગો લોહી લુહાણ અને કાળમુખા બની રહ્યા છે.
પતિ-પત્ની કાપોદ્રા ગામની સીમમાં પરિવાર હોટલ પાસેથી પસાર થઇ રહ્યા હતા તે વેળા પુરપાટ ઝડપે ધસી આવેલ એસટી બસના ચાલકે બાઈક સવાર દંપતીને ટક્કર મારતા પતિ-પત્ની બન્ને માર્ગ પર પટકાયા હતા.
GIDCની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝ કંપનીના ગેટ સામે અજાણ્યા વાહન ચાલકે મોપેડને ટક્કર મારતા આશાસ્પદ યુવાનનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નીપજ્યું..
2 અલગ અલગ માર્ગ અકસ્માતમાં એક 58 વર્ષીય પ્રકાશચંદ્ર ઠાકોરલાલ મોદી જ્યારે બીજા અકસ્માતમાં 25 વર્ષીય યોગેશકુમાર અનિરુધ્ધ મંડલનું ગંભીર ઇજાના પગલાં મોત નિપજ્યાં છે
વૃદ્ધને સારવાર મળે તે પૂર્વે જ મોત નીપજ્યું હતું. આ તરફ અકસ્માતના પગલે થોડો સમય માટે હાઈવે પર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું
નેશનલ હાઇવે નંબર 48 પર તાપી હોટલ નજીક બાઈક ચાલકને બચાવવા જતા ટેમ્પો માર્ગની બાજુમાં ઉતરી ગયો હતો અને પલટી મારી ગયો હતો. અકસ્માતમાં ટેમ્પાચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી.
ટેન્કરે યુવાનોની બાઇકને ટક્કર મારી ફંગોળી દીધા હતા.અકસ્માતમાં બાઈક સવાર વિશાલ તાવીવાડનું ગંભીર ઈજાઓને પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું