અમરેલીમાં જંગલી પ્રાણીઓથી લોકોમાં ફફડાટ, દીપડો ઘરમાં ઘૂસી જતાં કરાયું રેસ્ક્યુ
અમરેલી જિલ્લાના ગીર કાંઠા ગામ વિસ્તારમાં રાનીપશુઓથી લોકો ફફડી રહ્યા છે,ધારીના જળજીવડી ગામના એક મકાનમાં દીપડો ઘૂસી જતા નાસભાગ મચી ગઈ હતી,જોકે વન વિભાગ દ્વારા દીપડાને ટ્રાન્ક્યુલાઈઝ કરીને પકડવામાં આવ્યો હતો.