બનાસકાંઠા : સોનેથ ગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકોના મોત-10થી વધુ લોકો ઘાયલ
બનાસકાંઠાના જિલ્લાના સૂઈગામ તાલુકાના સોનેથ ગામ નજીક ખાનગી બસ અને ટેન્કર વચ્ચે ગોઝારા અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 10થી વધુ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.