ભરૂચ- અંકલેશ્વરમાં દશેરા નિમિત્તે ફાફડા જલેબીનું ધૂમ વેચાણ, પ્રભુ શ્રી રામને અતિપ્રિય હતી જલેબી!
આજરોજ દશેરાના પર્વ નિમિત્તે ફાફડા જલેબી આરોગવાની પરંપરા છે ત્યારે ભરૂચ અંકલેશ્વરમાં લોકોએ ફાફડા જલેબી ખરીદવા લાઈન લગાવી દીધી હતી
આજરોજ દશેરાના પર્વ નિમિત્તે ફાફડા જલેબી આરોગવાની પરંપરા છે ત્યારે ભરૂચ અંકલેશ્વરમાં લોકોએ ફાફડા જલેબી ખરીદવા લાઈન લગાવી દીધી હતી
અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે દશેરા પર્વે પરંપરાગત ગેરૈયા નૃત્યનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આદિવાસી સમાજે સાંસ્કૃતિક વારસાને જીવંત રાખ્યો હતો
ભરૂચમાં સૌરાષ્ટ્ર લેઉવા પાટીદાર સમાજ દ્વારા પરંપરાગત ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ અને સ્વચ્છતા અંગે સમાજને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ નજીક આવેલ સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે આજરોજ નવરાત્રીની આઠમ નિમિત્તે નવચંડી યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
અંકલેશ્વર રૂરલ પોલીસની ટીમ રાત્રિના સમયે પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન પોલીસે બાતમી મેળવી હતી કે સફેદ કલરની કારમાં દેશી દારૂ ભરીને નેશનલ હાઇવે નં. 48 મારફતે અંકલેશ્વરથી સુરત તરફ જવાનો છે.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં પથ સંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વરસતા વરસાદ વચ્ચે મોટી સંખ્યામાં સંઘના કાર્યકરો જોડાયા હતા
દુબઈ ખાતે રમાયેલી એશિયા કપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને નવમી વખત એશિયા કપ જીત્યો હતો.ભારતે 147 રનનો લક્ષ્યાંક 20મી ઓવરના ચોથા બોલ પર ચેઝ કરી લીધો.
આજરોજ વિશ્વ નદી દિવસે પણ અંકલેશ્વરમાં કેટલાક બે જવાબદાર ઉદ્યોગો દ્વારા પ્રદૂષિત પાણીનો જાહેરમાં નિકાલ કરાતા જળ પ્રદૂષણના દ્રશ્યો સામે આવ્યા હતા