ભારે પવન અને વરસાદના કારણે જિલ્લાભરના વિવિધ વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી
ભરૂચ શહેર તથા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ વરસતા ઠેક ઠેકાણે વૃક્ષો નમી પડવા સહિત ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે.
ભરૂચ શહેર તથા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર ભારે પવન ફૂંકાવા સાથે ધોધમાર વરસાદ વરસતા ઠેક ઠેકાણે વૃક્ષો નમી પડવા સહિત ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા છે.
જુનાગઢ શહેરના વોર્ડ નં. 8માં આવેલ બુકર ફળિયા વિસ્તારમાં જર્જરિત ઇમારતનો ભાગ ધરાશાયી થયો હતો. આ ઘટનામાં કાટમાળ નીચે દબાતા 3 જેટલા વાહનોમાં નુકશાન થયું હતું.
વલસાડ ના મોગરાવાડી વિસ્તારમાં ભારે વરસાદના કારણે એક મકાનની દીવાલ ધરાશાયી થઈ હતી,જેના કારણે સ્થાનિક લોકોમાં નાસભાગ મચી ગઈ હતી.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી એક સ્કૂલમાં છતનો ભાગ ધરાશાયી થતાં મોટી હોનારત સર્જાય હતી. આ બનાવમાં એક વિદ્યાર્થીને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.
સુરત શહેરના સચિન વિસ્તારના પાલી ગામમાં ગતરોજ 5 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં 7 લોકોના કાટમાળ નીચે દબાય જવાથી મોત નીપજ્યાં હતા.
પંચમહાલ જિલ્લાના ઘોઘંબામાં 2 માળના મકાનના સમારકામ દરમ્યાન દીવાલ ધરાશાયી થતાં કાટમાળ નીચે દબાય જતાં શ્રમિકનું મોત નીપજ્યું હતું.
ગુરુવારે (25 એપ્રિલ) જમ્મુ અને કાશ્મીરના રામબન જિલ્લામાં 5 કિલોમીટર લાંબા રામબન-ગુલ રોડ પર રોડનો મોટો ભાગ તૂટી પડ્યો હતો.