અંકલેશ્વર : સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ટ્રેલર આમલાખાડીમાં ખાબક્યું, ચાલકનું ઘટનાસ્થળે મોત...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર આમલાખાડી નજીક કાસમાં ટ્રેલર ખાબકતાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે નં. 48 પર આમલાખાડી નજીક કાસમાં ટ્રેલર ખાબકતાં ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
ભરૂચ જિલ્લામાં મુશળધાર વરસાદને પગલે દરેક રસ્તાના ખસ્તાહાલ થઇ ગયા છે,ક્યા રસ્તા પરથી પસાર થવું એ વાહન ચાલકો માટે પેચીદો પ્રશ્ન બની ગયો છે.
નેશનલ હાઇવે નંબર-48 બિસ્માર જોવા મળતા ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થતાં વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે..
અંકલેશ્વર હાઇવે ઉપર ટ્રાફિકજામ વચ્ચે આજરોજ સવારે વર્ષા હોટલ પાસેના કટ પાસે બે ટ્રક સામસામે ભટકાતાં અકસ્માત સર્જાયો હતો
વારંવાર સર્જાતી ટ્રાફિકજામની પરિસ્થિતિના કારણે વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. વારંવાર સર્જાતી આ પરિસ્થિતિનું નિરાકરણ લાવવામાં તંત્ર જાણે નિષ્ફળ નીવડ્યું છે
ફાયરની ટીમે અંદાજીત એક કલાકની ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવામાં આવ્યો હતો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થતાં અનેક વાહનચાલકો અટવાયા હતા.