ભરૂચ : ભારે વરસાદમાં નીચાણવાળા વિસ્તારો-સોસાયટીઓમાં પાણી ભરાયા
ભરૂચ શહેર તથા જીલ્લામાં અતિભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો સહિત વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાયા હતા,
ભરૂચ શહેર તથા જીલ્લામાં અતિભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો સહિત વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાયા હતા,
ભરૂચ જિલ્લાના વાલિયામાં આભ ફાટતા એક જ રાતમાં 14.68 ઇંચ વરસાદ ખાબક્યો છે,જેના કારણે દેહલી,દેસાડ,સોડગામ સહિતનાં ગામોમાં પાણી ભરાતા ગામમાંથી લોકોએ સુરક્ષિત સ્થળે ખસી જવાની ફરજ પડી હતી,
ભરૂચ શહેરમાં માત્ર બે જ કલાકમાં ખાબકેલા પાંચ ઇંચ વરસાદના કારણે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું
હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બે દિવસ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં અતિભારે વરસાદ થઇ શકે છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ભારે વરસાદને પગલે ખેતીના ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે,જે અંગે ખેડૂતો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરીને વળતર અંગે માંગ કરવામાં આવી હતી.
ખેતરમાં પૂરના પાણીની જમાવટને કારણે નુકસાની વેઠતા ખેડૂતે ચિંતાગ્રસ્ત થઈને જણાવ્યું હતું કે પાછલા વર્ષે પૂરમાં ખેતરનો ઉભો પાક સંપૂર્ણ નષ્ટ થઇ ગયો
ગુજરાત રાજ્યમાં વરસી રહેલા મુશળધાર વરસાદને કારણે અનેક જરૂરી સેવાઓ પર તેની માઠી અસર પડી રહી છે,મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડતી અંદાજે 40 ટ્રેન રદ કરવામાં આવી છે.