સુરેન્દ્રનગર : બળેવા દોડાવવાની અનોખી પરંપરા આજે પણ યથાવત, જુઓ કેવી રીતે નક્કી થાય છે વરસાદનો વર્તારો
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રક્ષાબંધનના દિવસે બળેવા દોડાવવાની અનોખી પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં રક્ષાબંધનના દિવસે બળેવા દોડાવવાની અનોખી પરંપરા આજે પણ યથાવત જોવા મળી રહી છે.
પાટડીમાં છેલ્લા પંદર દિવસથી વરસાદ વરસ્યો નથી,પરંતુ તેમ છતાં વાડીવાસ વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે,જેના કારણે ડાઘુઓ પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવા માટે મજબૂર બન્યા
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા શહેરમાં એક યુવતીએ યુવકને પોતાના પ્રેમજાળમાં ફસાવ્યો હતો. સોશ્યલ મીડિયા થકી મિત્રતા કરી રૂ. 5 લાખની ખંડણી માંગનાર યુવતીની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કેમ્બ્રિજ સ્કૂલની વાનને અકસ્માત નડ્યો હતો, જ્યાં માર્ગ પર આગળ જઈ રહેલ ટ્રકના ચાલકે કોઈ કારણોસર અચાનક બ્રેક મારતા પાછળથી આવી રહેલ સ્કૂલ વાન ધડાકાભેર અથડાતાં અકસ્માત સર્જાયો
સુરેન્દ્રનગર જિલ્લાની 700 વર્ષ જૂની ટાંગલીયા કળા સાત સમંદર પાર હોલીવૂડમાં પહોંચી છે. તાજેતરમાં હોલીવૂડમાં રિલીઝ થયેલી ફિલ્મ F1ના મુખ્ય એક્ટર બ્રેડ પીટે ટાંગલીયા કળાનો બનાવેલ શર્ટ પહેર્યો છે.
પતિ પોતાની પત્નીના ત્રાસથી કંટાળીને ન્યાય માટે પગપાળા દિલ્હી પહોંચી સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવશે.પત્નીના લગ્નેતર સંબંધોથી ત્રાસેલા પતિએ આખરે છુટકારો મેળવવા માટે આ પગલું ભર્યું
અનેક રજૂઆત બાદ પણ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં નહી આવતા સ્થાનિકોએ પાલિકા કચેરીમાં ઉગ્ર હલ્લો મચાવી ચીફ ઓફિસરની ચેમ્બરના બારણાને ખુરશી મારી કાચ તોડી નાખ્યો
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને અતુલ્ય વારસા સંસ્થા દ્વારા વઢવાણના ગૌરવમય ઇતિહાસને ફરી જીવંત કરવાના અનોખા પ્રયાસરૂપે “હેરિટેજ વોક”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.