Connect Gujarat
ગુજરાત

તાપી : “લોકડાઉન”ની સ્થિતિ વચ્ચે 32 હજારથી વધુ શ્રમિકોને ઘર આંગણે મળી રોજગારી, રૂ. 150 લાખથી વધુનું વેતન ચૂકવાયું

તાપી : “લોકડાઉન”ની સ્થિતિ વચ્ચે 32 હજારથી વધુ શ્રમિકોને ઘર આંગણે મળી રોજગારી, રૂ. 150 લાખથી વધુનું વેતન ચૂકવાયું
X

“કોરોના” સંદર્ભે અમલી “લોકડાઉન”ની સ્થિતિ વચ્ચે જ્યારે ધંધા રોજગાર બંધ થયા છે, ત્યારે રાજ્યની સંવેદનશીલ સરકારે ખૂબ જ સંવેદના સાથે “સુજલામ સુફલામ જળસંચય યોજના-3” અંતર્ગત ગ્રામીણ શ્રમિકોને ઘર આંગણે જ રોજગારી પૂરી પાડીને શ્રમિક પરિવાર પ્રત્યે સંવેદના પ્રગટ કરી છે.

ગુજરાતના છેવાડે આવેલા તાપી જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ “સુજલામ સુફલામ જળસંચય યોજના-3”નું સુપેરે આયોજન ધડી કાઢવામાં આવ્યું છે. જે મુજબ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ચેરમેન-વ-જિલ્લા વિકાસ અધિકારી કુ. નેહા સિંહની નિગરાની હેઠળ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની મનરેગા યોજના સહિત 14માં નાણાં પંચ અને અન્ય યોજનાઓ અંતર્ગત જિલ્લાના કુલ 199 ગામોમાં નવા તળાવ બનાવવા સહિત જૂના તળાવોને ઊંડા કરવા, ચેકડેમ ડીસીલ્ટિંગ, ફિલ્ડ કેનાલ, કેનાલ ક્લીયરન્સ, ખેત તલાવડી જેવા 825 કામો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં જિલ્લાના સાતેય તાલુકાઓના 32,350થી પણ વધુ શ્રમિકોને જોડવામાં આવ્યા છે. જેનાથી 90 હજારથી વધુ માનવદિન ઉત્પન્ન થવા પામેલ છે. છેલ્લા એક માસમાં આ શ્રમિકોને કુલ રૂ. 150 લાખથી વધુનું મહેનતાણું ડાયરેક્ટ તેમના બેન્ક ખાતા મારફતે ચૂકવવામાં આવ્યું છે. “કોરોના” સંક્રમણને ધ્યાને રાખી મનરેગાના ચાલી રહેલા આ કામોમાં યોગ્ય સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે શ્રમિકો માટે માસ્ક અને કામના સ્થળે વારંવાર હાથ ધોવા માટેની વ્યવસ્થાઓ સાથે આરોગ્ય વિભાગની ટીમના સહયોગથી દરેક શ્રમિકોની આરોગ્ય ચકાસણી થાય તે પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે.

Next Story