Connect Gujarat
Featured

કરછ: ભુજમાં હિટ એન્ડ રન,બેકાબૂ લક્ઝ્યુરસ કારે ટક્કર મારતા 3 યુવાનોના મોત, જુઓ સમગ્ર ઘટના

કરછ: ભુજમાં હિટ એન્ડ રન,બેકાબૂ લક્ઝ્યુરસ કારે ટક્કર મારતા 3 યુવાનોના મોત, જુઓ સમગ્ર ઘટના
X

ભુજમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં બાઇક નજીક ઉભેલા ચાર યુવાનોને કાર ચાલકે ટક્કર મારતા 3 યુવાનોના મોત નિપજ્યાં હતા જ્યારે કાર ચાલક ફરાર થઈ ગયો હતો

ભુજ એરફોર્સના મુખ્ય પ્રવેશદ્વાર પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત નિપજતા અરેરાટી છવાઈ ગઈ છે . ફોરચ્યુનર કારે બાઈક સાથે ઉભેલાં ચાર યુવકોને પાછળથી ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હતો જેમા ઘવાયેલા 4 પૈકી ત્રણ યુવાનો કાળનો કોળિયો બન્યા હતા અકસ્માત સર્જ્યાં બાદ જીજે-12 -ડીએમ-6299 નંબરનો કારચાલક કાર સાથે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. અકસ્માતમાં ઇજા પામેલ ચારેય યુવાનોને સારવાર માટે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જે પૈકી ત્રણ યુવાનોના સારવાર દરમ્યાન મોત નિપજ્યાં હતા. ભુજ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

Next Story