Connect Gujarat
ટેકનોલોજી

ગૂગલ ક્રોમનું નવું ફીચર,વાંચો તમારા કયા કામો થશે સરળ !

વેબપેજની વર્તમાન ટેક્સ્ટના કોઈ ખાસ ભાગને શેર કરવા માંગો છો તો તમે ‘Copy link to highlights’ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો

ગૂગલ ક્રોમનું નવું ફીચર,વાંચો તમારા કયા કામો થશે સરળ !
X

ગૂગલ ક્રોમ તરફથી અમુક નવા ફીચર જોડવામાં આવ્યા છે. જેમાંથી એક ફીચર કૉસ્મેટિક ઇફેક્ટ માટે છે અને બે ફીચર રૂટીન કામોને સરળ કરવા માટે આપવામાં આવ્યા છે. આ ફીચર્સ ધીમે ધીમે રોલઆઉટ કરવામાં આવી રહ્યા હતા. અમુક યૂઝર્સ પહેલાથી આ ફીચર્સનો ઉપયોગ કરી રહ્યા હતા. હવે આ ફીચર્સ તમામ યૂઝર્સ માટે રોલઆઉટ કરી દેવામાં આવ્યા છે.Google Chromeના લેટેસ્ટ વર્ઝન 96.0.4664.45 પર આ ફીચર્સ જોવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ગૂગલ ક્રોમ દુનિયામાં સૌથી વધારે વપરાતું વેબ બ્રાઉઝર છે.

જો તમારે કોઈ વેબપેજની વર્તમાન ટેક્સ્ટના કોઈ ખાસ ભાગને શેર કરવા માંગો છો તો તમે 'Copy link to highlights' વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. આ રીતે શેર કરવામાં આવેલી લિંકને ખોલતાની સાથે જ જે તે વ્યક્તિ વેબપેજમાં એ જ જગ્યાએ પહોંચી જશે જે હિસ્સો હાઇલાઇટ કરીને લિંક શેર કરવામાં આવી હતી. આ વિકલ્પનો ઉપયોગ કરતા પહેલા તમારે પહેલા એ હિસ્સાને હાઇલાઇટ કરવો પડશે. જે બાદમાં રાઈટ ક્લિક કરીને Copy link to highlight વિકલ્પની પસંદગી કરવાની રહેશે. ઉદારણ તરીકે જોઈએ તો ધારો કે તમે કોઈ આર્ટિકલ વાંચી રહ્યા છો. તમે ઇચ્છો છો કે આ આર્ટિકલનો કોઈ ખાસ ભાગ તમે હાઇલાઇટ કરીને તમારા મિત્ર સાથે શેર કરવા માંગો છો. આ માટે તમારે જેટલો પાર્ટ હાઇલાઇટ કરવો હોય તેને સિલેક્ટ કરવાનો રહેશે. બાદમાં રાઇટ ક્લિક કરીને તેને શેર કરશો તો તમારો મિત્ર જ્યારે લિંક પર ક્લિક કરશે તો તે સીધો જ હાઇલાઇટ કરેલા પાર્ટ સુધી પહોંચી જશે.

Next Story