Connect Gujarat
ટેકનોલોજી

લોજીટેકના મિકેનિકલ ગેમિંગ કીબોર્ડ ભારતમાં લોન્ચ, મળશે આ ખાસ ફીચર્સ

લોજીટેક એ ભારતમાં તેના મિકેનિકલ ગેમિંગ કીબોર્ડ લોજીટેક G413 SE અને લોજીટેક G413 TKL લોન્ચ કર્યા છે.

લોજીટેકના મિકેનિકલ ગેમિંગ કીબોર્ડ ભારતમાં લોન્ચ, મળશે આ ખાસ ફીચર્સ
X

લોજીટેક એ ભારતમાં તેના મિકેનિકલ ગેમિંગ કીબોર્ડ લોજીટેક G413 SE અને લોજીટેક G413 TKL લોન્ચ કર્યા છે. લોજીટેક G413 SE અને G413 TKL SE ના આ બંને કીબોર્ડ્સ પોલીબ્યુટીન ટેરેફ્થાલેટ (PBT) કીકેપ, એલ્યુમિનિયમ ટોપ કેસ અને સફેદ બેકલાઇટ સાથે આવે છે. આ ગેમિંગ કીબોર્ડમાં મિકેનિકલ સ્વીચો હોય છે અને તેનો ઉપયોગ Windows 10 અથવા તેનાથી ઉપરના વર્ઝન તેમજ macOS X 10.14 કે પછીના વર્ઝન સાથે થઈ શકે છે.

લોજીટેક G413 SE એમેઝોન પર રૂ. 6,495માં લિસ્ટેડ છે, જ્યારે લોજીટેક G413 TKL SE રૂ. 5,895માં ખરીદી શકાય છે. બંને એમેઝોન ઇન્ડિયા પરથી વેચવામાં આવી રહ્યા છે. લોજીટેકનું આ કીબોર્ડ PBT કીકેપ સાથે આવે છે. આ કીબોર્ડ ગરમી અને પાણી પ્રતિરોધક છે. બંને કીબોર્ડ સાથે સફેદ બેકલાઇટ ઉપલબ્ધ હશે. લોજીટેક G413 SE અને G413 TKL SE છ-કી રોલર એન્ટી-ઘોસ્ટિંગ પરફોર્મન્સ મેળવશે. કંપનીના દાવા મુજબ, એક સાથે અનેક કી દબાવી શકાશે અને તમામ કીના કમાન્ડ પણ રજીસ્ટર થશે. આ કીઓનો ઉપયોગ ગેમિંગ ટ્રિગર તરીકે પણ થઈ શકે છે. આ કીબોર્ડનો ઉપયોગ કરવા માટે USB 2.0 પોર્ટ જરૂરી છે.

Next Story