Connect Gujarat
ટેકનોલોજી

નિતિન ગડકરીનો દાવો: ગટરનાં પાણીથી ઈંધણ બનાવી દિલ્હીની સડકો પર દોડાવીશું ગાડી

નીતિન ગડકરીએ નાગપુરમાં સાત વર્ષ જૂની યોજના પર કહ્યું કે આ યોજના હેઠળ ગટરના પાણીને ઉપયોગમાં લઇ શકાય છે.

નિતિન ગડકરીનો દાવો: ગટરનાં પાણીથી ઈંધણ બનાવી દિલ્હીની સડકો પર દોડાવીશું ગાડી
X

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીનો દાવો છે કે તેઓ ટૂંક સમયમાં દિલ્હીના રસ્તા પર ગ્રીન હાઈડ્રોજનથી ચાલતી કાર દોડાવવાના છે. શક્ય છે કે તેઓ એક જાન્યુઆરીથી આવુ કરી નાખે. જેના માટે નીતિન ગડકરીએ પાયલટ પ્રોજેક્ટ હેઠળ એક કાર ખરીદી છે અને ફરીદાબાદના એક ઓઈલ રિસર્ચ સેન્ટર પરથી ગ્રીન હાઈડ્રોજન લીધુ છે. તેમણે ગુરૂવારે એક કાર્યક્રમ દરમ્યાન કહ્યું કે તેઓ ટૂંક સમયમાં કાર લઇને નિકળશે. કારણકે લોકોને જણાવી શકે કે આવુ શક્ય છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે સરકાર ગ્રીન હાઈડ્રોજનથી ચાલનારી જાહેર પરિવહન ચલાવવાની યોજના બનાવી રહી છે. મંત્રીએ કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે કાર, બસ, ટ્રક આ બધુ ગ્રીન હાઈડ્રોજનથી ચાલે. જેના માટે નદી-નાળામાં જતા ગંદા પાણીનો ઉપયોગ કરવામાં આવે. જેનાથી ગ્રીન હાઈડ્રોજન તૈયાર કરવામાં આવે. નીતિન ગડકરીએ નાગપુરમાં સાત વર્ષ જૂની યોજના પર કહ્યું કે આ યોજના હેઠળ ગટરના પાણીને ઉપયોગમાં લઇ શકાય છે. હવે નાગપુર અહીંના ગટરના પાણીને મહારાષ્ટ્ર સરકારને વેચે છે. જેનાથી વિજળી પેદા કરવામાં આવે છે. પહેલા તેનાથી 325 કરોડ રૂપિયા દર વર્ષે કમાણી થતી હતી. તેમણે કહ્યું કે કશું બેકાર નથી. વેસ્ટમાં વેલ્યુ એડ કરીએ તો ઘણુ બધુ તૈયાર થઇ શકે છે. ગટરના પાણીથી ગ્રીન હાઈડ્રોજન તૈયાર કરી શકાય છે. અમે તેની પર કામ કરી રહ્યાં છે. તેમણે અપીલ કરી છે કે લોકોને એ રીતે ટ્રેન કરવા જોઈએ કે ખરાબ પાણીથી ગ્રીન હાઈડ્રોજન તૈયાર થાય.

Next Story