Connect Gujarat
ગુજરાત

રાજયમાં ખેતીમાં વપરાતા સાધનોને અવરજવરની છુટ આપવામાં આવી

રાજયમાં ખેતીમાં વપરાતા સાધનોને અવરજવરની છુટ આપવામાં આવી
X

રાજયના

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ખેડુતો લોકડાઉન ની પરિસ્થિતિમાં પોતાના રવિ પાક

ની લણણી કરી શકે તે માટે ખેતીમાં વપરાતા સાધનોને અવર જવર કરવાની છુટછાટ આપી છે.

મુખ્યમંત્રીએ

કરેલી જાહેરાત મુજબ રવિ પાકના ખેડુતોને પાક લણવા નો આ સમય છે, તેથી પાક કાપણી માટે હાર્વેષ્ટર, થ્રેસર, રીપર, સાધનોના માલિક, ડ્રાયવર, મજૂરો સહિતના લોકોને જાહેરનામામાંથી મુકિત

આપવામાં આવી છે. પાકની કાપણી પછી કૃષિ પેદાશોને નુકસાન ન થાય તે માટે ખેતરથી ઘર કે પાક સંગ્રહ ગોડાઉન સુધી પાક લઈ જવાની છૂટ રહેશે.બાગાયત પાકો અને ઉનાળુ

પાકના મર્યાદિત વિસ્તારોમાં પીયત અને પાક જાળવણી માટે જે તે ખેતરના ખેડુતોને

અવરજવરની છૂટ રહેશે.પીયત માટે વીજ પુરવઠો થોડા દિવસ દિવસે અને થોડા દિવસ રાત્રે

આપવામાં આવતો હોય છે. આથી રાત્રિ પાવર હોય તે દિવસોમાં આવા મર્યાદિત ખેતરના

ખેડુતોના રાત્રિ વીજળી પુરવઠાના દિવસો પૂરતાં રાત્રે ખેતરે જઈ આવી શકશે. ફળ અને

શાકભાજીના ખેડુતોના ઉત્પન્નો જલ્દી નાશ પામતાં હોઈ તે પણ માર્કેટમાં નિર્ધારિત

સમયે લઈ જવાની છૂટ રહેશે. મુખ્યમંત્રીએ આ સિવાયના અન્ય ખેડૂતો પોતાના ઘરમાં જ

રહીને લોકડાઉનનું પાલન કરી કોરોના ના સંક્રમણ થી બચે તેવી હાર્દભરી અપીલ પણ કરી છે.

Next Story