Connect Gujarat
ટ્રાવેલ 

અગ્નિપથના ભારે વિરોધને કારણે કુલ 529 ટ્રેનો રદ, ઘણા સ્ટેશનો પર તપાસ વધી

બિહાર અને યુપીમાં હિંસક વિરોધને કારણે રેલ્વેને ભારે નુકસાન થયું છે. સાવચેતી રાખીને રેલ્વે મંત્રાલયે 529 ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે.

અગ્નિપથના ભારે વિરોધને કારણે કુલ 529 ટ્રેનો રદ, ઘણા સ્ટેશનો પર તપાસ વધી
X

બિહાર અને યુપીમાં હિંસક વિરોધને કારણે રેલ્વેને ભારે નુકસાન થયું છે. સાવચેતી રાખીને રેલ્વે મંત્રાલયે 529 ટ્રેનો રદ કરવાનો નિર્ણય લીધો છે. અગ્નિપથ યોજના પર આંદોલનને કારણે 181 મેલ એક્સપ્રેસ રદ અને 348 પેસેન્જર ટ્રેનો રદ કરવામાં આવી છે. જ્યારે ચાર મેલ એક્સપ્રેસ અને છ પેસેન્જર ટ્રેન આંશિક રીતે રદ કરવામાં આવી છે. જો કે કોઈ ટ્રેન ડાયવર્ટ કરવામાં આવી નથી. રેલવે મંત્રાલયે આ જાણકારી આપી છે.

કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના શરૂ થયાને પાંચ દિવસ પૂર્ણ થયા છે. 14 જૂનની સાંજે ત્રણેય દળોના વડાઓ દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી, જેના પછી બીજા જ દિવસથી બિહારમાં હંગામો શરૂ થઈ ગયો હતો. વિરોધની આ આગ બિહારથી લઈને ઉત્તર પ્રદેશ સુધી દેશના અનેક ભાગોમાં ફેલાઈ ગઈ છે. અત્યારે પણ હજારો યુવાનો તેના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા છે. આંદોલનકારીઓ દ્વારા આજે ભારત બંધનું પણ એલાન આપવામાં આવ્યું છે.

Next Story