Connect Gujarat
ટ્રાવેલ 

શું તમે પણ રોડ ટ્રિપના શોખીન છો? તો આ જ્ગ્યા તમારા માટે છે એકદમ બેસ્ટ, એક વાર જરૂરથી આનંદ માણો..

ભારતમાં ઘણા એવા સ્થળો છે જ્યાં રોડ ટ્રીપ કરીને પહોચી શકાય છે. તેમાં લદાખ રોડ ટ્રિપનું નામ સૌથી વધુ લોકપ્રિય છે.

શું તમે પણ રોડ ટ્રિપના શોખીન છો? તો આ જ્ગ્યા તમારા માટે છે એકદમ બેસ્ટ, એક વાર જરૂરથી આનંદ માણો..
X

ભારતમાં ઘણા એવા સ્થળો છે જ્યાં રોડ ટ્રીપ કરીને પહોચી શકાય છે. તેમાં લદાખ રોડ ટ્રિપનું નામ સૌથી વધુ લોકપ્રિય છે. આજ તમને તેના વિષે જણાવીએ. લેહ-લદાખ રોડ ટ્રીપ એ સૌથી લોકપ્રિય એડવેન્ચર ટુરિઝમ છે. માત્ર દેશ જ નહીં પરંતુ વિદેશથી પણ અહીં અહીં લોકો રોડ ટ્રીપ એંજોય કરવા માટે આવે છે. મનાલીથી લેહનું અંદર લગભગ 400 કિલોમીટર છે અને તેને બાઇક દ્વારા પૂર્ણ કરવું એ અલગ જ મજા છે.

· મનાલીથી લેહ-લદાખ

લેહ લદાખ રોડ ટ્રિપએ સૌથી લોકપ્રિય એડવેન્ચર ટુરિઝમ છે. માત્ર દેશ જ નહીં પરંતુ ઘણા બધા દૂર દૂરથી લોકો અહી ટ્રીપ એંજોય કરવા માટે આવતા હોય છે. મનાલીથી લેહનું અંતર લગભગ 400 કિમી જેટલું છે અને અહીં લોકો બાઇક પર આ અંતર કાપે છે ત્યારે આજુબાજુની હરિયાળી અને ત્યાનો સુંદર નજારો તમારું મન મોહી લે છે.

· ભુજથી ધોળાવીરા

લોકો ભુજથી ધોળાવીરા બાઇક અથવા તો કાર દ્વારા આ અંતર કાપે છે. અને મુસાફરીનો આનંદ લે છે. તમે કોઈ પણ માર્ગે કચ્છ પહોચો અને ભૂજ પહોચ્યા બાદ ધોળાવીરા જવા નીકળો. આ સફર અંદાજે 2.5 થી 3 કલાકમાં પૂર્ણ થઈ જશે. તેનું અંતર 140 કિલોમીટર છે.

· કોલકતાથી દાર્જીલિંગ

આ રુટ પર મુસાફરી કરવા માટે તમારે 638 કીલીમીટર જેવુ અંતર કાપવાનું રહેશે. પ્રવાસ દરમિયાન ચંદ્ર્કેતુગઢ સહિત ઘણા લોકપ્રિય સ્થળો પણ વચ્ચે આવે છે.

· શિમલાથી કાઝા

આ માર્ગ લગભગ 400 કિલોમીટરનો છે. જેમાં નદીના કીનારા અને પર્વતોની વચ્ચેથી પસાર થવાની તક મળે છે. તમને દિલ્હીના કાશ્મીરી ગેટથી શિમલા જવા માટે બસ મળશે. શિમલામાં રહેવા માટે 1000 થી 1500 રૂપિયામાં રૂમ પણ મળી જાય છે.

Next Story