ભરૂચ : વરસાદ બાદ રાજપારડી નજીકનો સારસા ડુંગર બન્યો હિલ સ્ટેશન, સહેલાણીઓમાં ખુશીનો માહોલ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાં એક સપ્તાહના વિરામ બાદ પુનઃ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી વાતાવરણ આહલાદક બન્યું છે, રાજપારડી નજીક સારસા ડુંગર પર હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો હતો.
ઝઘડિયા નગર સહિત રાજપારડી-ઉમલ્લા પંથકમાં મેઘરાજાની પુનઃ એક સપ્તાહના વિરામ બાદ ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જોકે, ગયા સપ્તાહમાં મેઘરાજાએ પધરામણી કરતા લોકો અને ખાસ કરીને ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ગયા હતા. ત્યારબાદ હવે વરસાદ ન વરસતા પુનઃ બાફ ઉકળાટથી નગરજનો ત્રસ્ત બન્યા હતા અને મેહુલિયો હેત વરસાવે એવી અપેક્ષા સેવી રહ્યા હતા, ત્યારે રવિવારની સવારે ઝઘડિયા નગર સહિત પંથકના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો.
કાળા ડીબાંગ વાદળોથી આખા નગરનું આકાશ છવાઈ ગયું હતું. શીત લહેર અને ગાજવીજ સાથે મેઘાએ ધબડાટી બોલાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. વરસાદને પગલે બાફ ઉકળાટથી ત્રસ્ત નગરજનોને ગરમીમાં રાહત મળવા પામી હતી, ત્યારે રાજપારડી નજીક આવેલ સારસા ડુંગર ઉપર હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
અમદાવાદ : કફ શિરપની બોટલોના જથ્થા સાથે SOG પોલીસે કરી 2 ઈસમોની...
19 May 2022 1:19 PM GMTવલસાડ : શ્રેષ્ઠ સખીમંડળો અને બેન્કર્સોનું સન્માન તેમજ સ્વસહાય જૂથોને ...
19 May 2022 1:09 PM GMTઅંકલેશ્વર: મહિલાઓની ચોર ટોળકીએ ઘરમાં ઘૂસી દાગીના અને રોકડ રકમની કરી...
19 May 2022 1:01 PM GMTભરૂચ: વરસાદી કાંસની સફાઈના મુદ્દે વિપક્ષે નગરપાલિકા કચેરી પર મચાવ્યો...
19 May 2022 12:57 PM GMTઅંકલેશ્વર : ખરોડના લેબર કોન્ટ્રાક્ટર સાથે રૂ. 2.70 લાખની છેતરપીંડી,...
19 May 2022 12:04 PM GMT