Connect Gujarat
ટ્રાવેલ 

મધ્ય પ્રદેશના આ સ્થળોએ ફરવા જવાનો બનાવો પ્લાન, વિદેશમાં હોવ તેવો થશે અનુભવ....

જબલપુર, મધ્ય પ્રદેશના તે ફેમસ શહેર પૈકીનું એક છે જેને તેના સંગેમરમરના સુંદર ખડકો માટે ઓળખવામાં આવે છે. ત્યાં જાતભાતના ધોધ છે.

મધ્ય પ્રદેશના આ સ્થળોએ ફરવા જવાનો બનાવો પ્લાન, વિદેશમાં હોવ તેવો થશે અનુભવ....
X

જબલપુર, મધ્ય પ્રદેશના તે ફેમસ શહેર પૈકીનું એક છે જેને તેના સંગેમરમરના સુંદર ખડકો માટે ઓળખવામાં આવે છે. ત્યાં જાતભાતના ધોધ છે. આ સિવાય ત્યાં કેટલીક શ્રેષ્ઠ અને સુંદર ઈમારતો છે. ખાસ વાત એ છે કે તમે આ શહેરને 2 થી 3 દિવસની અંદર પણ ફરી શકો છો. આ સિવાય તમે ત્યાંથી જુદા-જુદા પ્રકારના સજાવટનો સામાન ખરીદી શકો છો. આ સિવાય તમે ત્યાં ફરવાની સાથે ટેસ્ટી પકવાનો અને અમુક ખાસ રેસિપીનો પણ આનંદ ઉઠાવી શકો છો.

ધૂંઆધાર ધોધ

ધૂંઆધાર ધોધ, ભેડાઘાટની નજીક એક આકર્ષક પર્યટન સ્થળ છે. આ ભેડાઘાટમાં નર્મદા નદી પર સ્થિત છે અને 10 મીટર ઊંચો છે. નર્મદા નદી, વિશ્વ પ્રસિદ્ધ સંગેમરમરની ખડકોથી થઈને પોતાનો રસ્તો બનાવે છે પછી તે ધૂંઆધાર નામના ધોધમાં પડે છે. આ દ્રશ્ય ખૂબ સુંદર હોય છે.

માર્બલ રોક્સ

માર્બલ રોક્સ, જબલપુરના સૌથી સુંદર પર્યટક સ્થળો પૈકીનું એક છે. આ પણ ભેડાઘાટની આસપાસ જ છે. ત્યાં તમને સફેદ સંગેમરમરથી બનેલી ઘણી વસ્તુઓ જોવા મળી જશે. અહીં તમને આખું શહેર પથ્થરો પર કોતરેલું જોવા મળશે.

ભેડાઘાટમધ્ય પ્રદેશના આ સ્થળોએ ફરવા જવાનો બનાવો પ્લાન, વિદેશમાં હોવ તેવો થશે અનુભવ....

લોકો જબલપુર જાય એટલે ભેડાઘાટ જરૂર ફરવા જાય છે. ભેડાઘાટ એક પર્યટન સ્થળ છે જે ચમકતી સુંદર ખડકો માટે ફેમસ છે. આ નર્મદા નદીના કિનારે છે. આ ઘાટની ખાસિયત એ છે કે આ નર્મદા નદીના બંને કિનારા પર સંગેમરમરની 100 ફૂટ ઊંચી ખડક પર છે. ત્યાં ઘણી બોલીવુડ ફિલ્મોનું શૂટિંગ પણ થયુ છે. જેમ કે અશોકા અને મોહેં-જો-દડો. ત્યાં લોકો બોટરાઈડ કરે છે. ચોસઠ યોગિની મંદિર જાય છે.

Next Story