Connect Gujarat
ટ્રાવેલ 

દુનિયાનો સૌથી ખતરનાક કિલ્લો આવેલો છે અહીં, ફરવા જતાં હોવ તો અચૂક મુલાકાત લેજો આ કિલ્લાની.....

મુંબઈ લોકોનું સૌથી પ્રિય પ્લેસ રહ્યું છે. મુંબઇને સપનાનું સિટી પણ કહેવામા આવે છે. સ્થાનિક લોકો હોય કે વિદેશી લોકોને મુંબઈ અને તેનું ભોજન ખૂબ જ ગમે છે.

દુનિયાનો સૌથી ખતરનાક કિલ્લો આવેલો છે અહીં, ફરવા જતાં હોવ તો અચૂક મુલાકાત લેજો આ કિલ્લાની.....
X

મુંબઈ લોકોનું સૌથી પ્રિય પ્લેસ રહ્યું છે. મુંબઇને સપનાનું સિટી પણ કહેવામા આવે છે. સ્થાનિક લોકો હોય કે વિદેશી લોકોને મુંબઈ અને તેનું ભોજન ખૂબ જ ગમે છે. જોકે મુંબઈ બૉલીવુડ ઇન્ડસ્ટ્રીઝના કારણે ઘણી લોકપ્રિય છે. મૂંબઈમાં ફરવા જવા માટે પણ અનેક મસ્ત મસ્ત પ્લેસિસ આવેલા છે. આજે અમે તમને એક એવા કિલ્લા વિષે વાત કરવા જઇ રહ્યા છીએ જેનું નામ છે કલાવંતીન કિલ્લો. આ દુનિયાની સૌથી વધુ ખતરનાક જગ્યા પર બનેલો કિલ્લો છે. આ કિલ્લો મુંબઇ નજીક સહયાદ્રિ પર્વતોમાં પ્રબલ ઉચ્ચપ્રદેશની ઉત્તરી ધાર પર આવેલો છે. તમે કદાચ વિશ્વાસ નહીં કરો પરંતુ સમુદ્ર સપાટીથી તેની ઊંચાઈ 2300 ફૂટ છે.

આ કિલ્લો મુંબઈથી માત્ર 47 કીમી દૂર છે. કલાવંતી કિલ્લો સુધી પહોચવાનો રસ્તો ઠાકુરવાડી ગામથી શરૂ થશે. અહી પહોચવા માટે ટ્રેન માં મુંબઈથી પનવેલ જવું પડશે. સ્ટેશનથી પહોચ્યા પછી તમારે બસ લેવી પડશે. ઠાકુરવાડી પહોચવામાં તમને 1 કલાકનો સમય લાગશે.

આ કિલ્લા સુધી પહોચવા માટે તમારે એક દિવસ આખો ચડવું પડશે. અહીનો રસ્તો ખૂબ જ મુશ્કેલ છે. ખડકોથી બનેલ માર્ગ પર ચાલવા માટે તમારે આધારની જરૂર પડશે, પરંતુ એક વાર જો તમે પર પહોચી ગયા પછી તેની આસપાસનો નજારો જોઈ તમે સ્વર્ગમાં આવી ગ્યાં હોય લેવી અનુભૂતિ થશે.

આ માર્ગ પર પથ્થરો કાપીને સીડીઓ બનાવવામાં આવી છે. અહી તમને ઘણી જગ્યાએ ઢાળ વાળી ચઢાણ પણ જોવા મળશે. અહીં જવા માટે વ્યકતીનું સ્વાસ્થ્ય સારું હોવું ખૂબ જ જરૂરી છે. વરસાદની મોસમમાં અહીં ફરવા જવાનો પ્લાન બિલકુલ ના બનાવવો જોઈએ. જો તમે એકલા મુસાફરી કરવા માટે નીકળો છો તો સ્થાનિક લોકો માટે 150 રૂપિયાનો ખર્ચ થશે. જ્યારે ટ્રાવેલ ગ્રૂપ તમારી પાસેથી 800 થી 1000 રૂપિયા ચાર્જ કરે છે. આ ઉપરાંત કેટલીક કંપનીઓ કીલ્લામાં જ રાત્રિ રોકાણ અને કેંપિંગની સુવિધાઓ પૂરી પાડે છે.

Next Story