Connect Gujarat
ટ્રાવેલ 

વીક એન્ડમાં ફરવા જવાનો પ્લાન હોય તો ગુજરાતનું 'જુરાસિક પાર્ક' છે બેસ્ટ ઓપ્શન, અમદાવાદથી માત્ર 87 કિમી દૂર

વીક એન્ડમાં ફરવા જવાનો પ્લાન હોય તો ગુજરાતનું જુરાસિક પાર્ક છે બેસ્ટ ઓપ્શન, અમદાવાદથી માત્ર 87 કિમી દૂર
X

રાજ્યમાં હજુ પણ કેટલાય એવા સ્થળ છે જ્યાં ફરવા જવા માટે હજુ સુધી લોકોનું ધ્યાન ગયું નથી. એમાંથી એક છે ગુજરાતનું પોતાનું 'જુરાસિક પાર્ક'. ગુજરાતના મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં આવેલુ આ ડાયનોસોર ફોસિર પાર્કમાં મ્યુઝિયમ છે. 72 હેક્ટરમાં બનેલું અત્યાધાનક મ્યુઝિયમ એટલે કે ડાયનાસોર પાર્ક બાલાસિનોરથી 11 કીલોમીટરના અંતરે આવેલ રૈયોલી ગામ પેલિયોન્ટોલોજિસ્ટનું વર્ષોથી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

રૈયોલી ગામમાંથી મોટી માત્રામાં ડાયનાસોરના અવશેષો મળી આવ્યા હતા. ડાયનાસોરના અવશેષો મળ્યા બાદ આ સ્થળને પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. તો આ ડાયનાસોર ફોસિયલ પાર્કનો અંદાજિત વાર્ષિક ખર્ચ કરોડોમાં છે.

અગાઉ 2003માં અહીંથી નવી પ્રજાતિઓ પણ શોધી કાઢવામાં આવી હતી. આ પ્રજાતિઓ ટાયરેનોસૌરસ રેક્સ કુળની હતી. એના ઈંડા એટલા વિશાળ કડાણા હતા કે તેનું રાજાસૌરસ નર્માન્ડેન્સિસ-નર્મદાના રાજા' એવું નામ રાખવામાં આવ્યું હતું. તેના હાડકાં નર્મદાના કિનારાના સ્થળો પરથી પાપ્ત થયા હતા. 2003માં જે હાડકાં મળ્યાં હતાં એમાં, મગજના હાડકાં, કરોડરજ્જૂ, થાપાનાં હાડકાં, પગ અને પૂછડીના હાડકાનો સમાવેશ થાય છે.

Next Story