Connect Gujarat
દેશ

ભારે રસાકસી બાદ અંતે રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પાસ

ભારે રસાકસી બાદ અંતે રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પાસ
X

ભારે રસાકસી બાદ અંતે રાજ્યસભામાં ટ્રિપલ તલાક બિલ પાસ થઇ ગયું છે. આ બિલ પસાર કરવા માટે સદનમાં 4 કલાક ચર્ચા ચાલી હતી. છેવટે વોટિંગ બાદ આ બિલ પાસ કરાવવામાં સરકાર સફળ રહી હતી. આ બિલના પક્ષમાં 99 જ્યારે 84 મત તેની વિરુદ્ધ પડ્યા હતા. વિપક્ષે આ બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવાની માગ કરી હતી પરંતુ તે રજૂઆત 100 વિરુદ્ધ 84 મતે નામંજૂર થઇ હતી.

આ પહેલાં 16મી લોકસભામાં પણ ત્રણ તલાક બિલ પાસ થઈ ચૂક્યું છે. પરંતુ ત્યારે બિલ રાજ્યસભામાં અટક્યું હતું. રાજ્યસભામાં એનડીએ પાસે બહુમતી નથી. તે સાથે જ સહયોગી પક્ષ જેડીયુએ પણ તેનો વિરોધ કર્યો હતો. આ જ કારણથી ભાજપે દરેક સભ્યોને રાજ્યસભામાં હાજર રહેવા માટે વ્હિપ જાહેર કર્યો છે. લાંબી ચર્ચા બાદ આ બિલ પર રાજ્યસભામાં મતદાન કરવામાં આવ્યું હતું. આ બિલ પર ચર્ચા દરમિયાન સરકારમાં શામેલ જેડીયૂ, એઆઈએડીએમકે સહિતના સભ્યોએ વોક આઉટ કર્યું હતું.

Next Story