Connect Gujarat
Featured

નેત્રંગના નાનાજાબુંડા ગામે વીજળી પડતા બે બળદ અને એક મહિલાનું મોત

નેત્રંગના નાનાજાબુંડા ગામે વીજળી પડતા બે બળદ અને એક મહિલાનું મોત
X

નેત્રંગના નાનાજાબુંડા ગામે વીજળી પડતા બે બળદ અને એક મહિલાનું મોત નિપજ્યું હોવાની ઘટના સામે આવી છે.

નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ મેઘરાજાનું ફરીવાર ધમાકેદાર આગમન થવાથી ચારેય તરફ વરસાદી પાણી ફરી વળ્યા હતાં. સોયાબીનના પાકને જીવનદાન મળતા ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો છેે. મેઘરાજાનું વીજળીના કડાકા- ભડાકા સાથે આગમન થવાથી નાનાજાંબુડા ગામેે વીજળી પડતા બે બળદ અને એક મહિલાનું મોત નિપજ્યું છે,જેમાં નાનાજાબુંડા ગામના સુકલીબેન મગનભાઈ વસાવા (ઉ.૫૦)ના ખેતરમાં મહુદાના ઝાડ સાથે બે બળદ બાંધ્યા હતા,બપોરના સમયે ધોધમાર વરસાદ પડતા મહુદાના ઝાડ સાથે બાંધેલા બળદને છોડવા જતાં વીજળી પડતા મહિલા સહિત બે બળદનું મોત નિપજયું હતું.

Next Story