Connect Gujarat
ગુજરાત

વડોદરા: મુજમહુડા વિસ્તારમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ, ૪ યુવતી સહિત 8 વ્યકતિની ધરપકડ

વડોદરા: મુજમહુડા વિસ્તારમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ, ૪ યુવતી સહિત 8 વ્યકતિની ધરપકડ
X

શહેરના મુજમહુડા સિલ્વર આર્કેડ

કોમ્પ્લેક્ષમાં બે ફ્લેટોમાં ચાલતા કુટણખાનાનો પોલીસે દરોડો પાડી પર્દાફાશ કર્યો છે.

પોલીસે દરોડા દરમિયાન ચાર યુવતીઓ અને શરીર સુખ માણવા આવેલા ત્રણ ગ્રાહકો સહિત 8 વ્યક્તિઓની

ધરપકડ કરવામાં આવી છે. કુટણખાના સંચાલકો ગ્રાહકો પાસેથી રૂપિયા 3000 વુસલ કરતા હોવાનું

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

જે.પી. પોલીસ મથકના પી.આઇ.

ડી.કે. વાઘેલાએ જણાવ્યું હતું કે, મુજમહુડા સિલ્વર આર્કેડ કોમ્પ્લેક્ષના

બી ટાવરના ત્રીજા માળે ફ્લેટ નંબર-303,304માં વિપુલગીરી ચતુરગીરી ગોસ્વામી દેહવ્યાપારનો

ધંધો કરતો કરતો હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે મોડી રાત્રે દરોડો પાડવામાં

આવ્યો હતો. દરોડા દરમિયાન શરીર સુખ માણવા માટે આવેલા ભાવેશ રાઠોડ, મેહુલ રાઠોડ અને વિશાલ દવેની ધરપકડ કરવામાં આવી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું

કે, દરોડા દરમિયાન સુત્રધાર વિપુલગીરી ગોસ્વામી મળી આવ્યો નથી. પરંતુ, તેનો સાગરીત મહંમદરઝાઉલ ઉર્ફ

બબલુ અબ્દુલકરીમ શેખ (રહે. પશ્ચિમ બંગાળ)ની ધરપકડ કરવામાં આવી છે. મહંમદરઝાઉલ ઉર્ફ

બબલુ શેખે પૂછપરછમાં જણાવ્યું છે કે, નેપાળ અને રાજસ્થાનથી 4 યુવતીઓને

લાવવામાં આવી હતી. અને તેઓને ફ્લેટમાંજ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગ્રાહકો

પાસેથી રૂપિયા 3000 વસુલ કરીને તેઓને યુવતીઓ સોંપવામાં આવતી હતી. દરોડા દરમિયાન યુવતીઓની

પણ ધરપકડ કરવામાં આવી છે.

આ ઉપરાંત દરોડા દરમિયાન રોકડા રૂપિયા 15,000 તેમજ કાર મળી કુલ્લે રૂપિયા

5,70,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દેહવ્યાપાર ચલાવનાર

વિપુલગીરી ગોસ્વામીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

Next Story