Connect Gujarat
Featured

વડોદરા : સયાજી હોસ્પિટલમાં લાગેલી આગના કારણ અંગે આવ્યો રીપોર્ટ, તમે પણ જાણો શું છે રીપોર્ટમાં

વડોદરા : સયાજી હોસ્પિટલમાં લાગેલી આગના કારણ અંગે આવ્યો રીપોર્ટ, તમે પણ જાણો શું છે રીપોર્ટમાં
X

વડોદરાની સયાજી હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં લાગેલી આગના કારણ અંગે એફએસએલની ટીમે 106 દિવસ બાદ પોતાનો રીપોર્ટ તૈયાર કરી લીધો છે. આગ લાગવા પાછળ વેન્ટીલેટર ધમણ જવાબદાર હોવાનો ખુલાસો રીપોર્ટમાં કરાયો છે.

વડોદરા ખાતે આવેલી સયાજી જનરલ હોસ્પિટલના કોવિડ ICU વોર્ડમાં લાગેલી આગના બનાવમાં તપાસ કમિટીને 106 દિવસ બાદ FSLની ટીમે રિપોર્ટ સોંપ્યો છે. જેમાં વેન્ટિલેટર ધમણ-1માં ખામીને કારણે આગ લાગી હોવાનો FSLની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. સુરત FSLના ડાયરેક્ટર અને વડોદરા FSLના ઈન્ચાર્જ ડી.બી. પટેલે જણાવ્યું હતું કે, અમારી પાસે વેન્ટિલેટર ધમણ આવ્યું ત્યારે સળગી ગયેલી હાલતમાં હતું.

વેન્ટિલેટર ધમણ અને કોમ્પ્રેસરમાં યાંત્રિક ખામી હતી અને આ ખામીને કારણે શોર્ટસર્કિટ થવાથી આગ લાગી હતી. સયાજી હોસ્પિટલના કોવિડ સેન્ટરના પહેલા માળે આવેલા કોવિડ ICUમાં 8 સપ્ટેમ્બરે આગ લાગવાની ઘટના બની હતી, જેને પગલે કોવિડ સેન્ટરમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. જોકે કર્મચારીઓની સતર્કતાને કારણે જાનહાનિ થઈ ન હતી.

Next Story