Connect Gujarat
ગુજરાત

વડોદરા: ગોંડલની દેવીપુજક મોબાઇલ ચોર ટોળકીના ચાર ઇસમોને ૧૬ મોબાઈલ સાથે ઝડપી પાડતી SOG

વડોદરા: ગોંડલની દેવીપુજક મોબાઇલ ચોર ટોળકીના ચાર ઇસમોને ૧૬ મોબાઈલ સાથે ઝડપી પાડતી SOG
X

પોલીસે એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૧૬,કિ ૧,૬૧,૦૦૦ તથા ઓટો રીક્ષા સહિત 2.61 લાખનો મુદામાલ કબ્જે લીધો

તા. ૧૮/૧૧/૧૮ ના રોજ એ.એસ.આઇ. શાંતિલાલ વાલજીભાઇ તથા ટીમના માણસો વડોદરા શહેર વિસ્તારમાં પેટ્રોલીગમા હતા. દરમ્યાન એ.એસ.આઇ. શાંતિલાલ નાઓને સયાજીગંજ ખાતે આવતા તેઓને અંગત બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે રાજકોટ ગોંડલ તરફના વેડવા દેવીપુજકોની મોબાઇલ ચોર ટોળકી ઓટો રીક્ષા નં.જી.જે.૩.બી.યુ.૩૪૯૭ લઇને આવેલ છે. તેઓ ભીડભાડવાળા શોપીંગ / માર્કેટ વિસ્તારોમાં છુટા છવાયા ગોઠવાઇ જઇ ખરીદી કરવા આવતા ગ્રાહકો ઉ૫ર વોચ રાખી તેઓની નજર ચુકવી ગ્રાહકોના ખિસ્સામાંથી મોબાઇલ ફોનની ચોરીઓ કરે છે. અને આજરોજ તેઓ ઉ૫રોકત નંબરની ઓટો રીક્ષા લઇને વડોદરા રેલ્વે સ્ટેશન તરફ ગયેલ છે.

આ મુજબની મળેલ બાતમી આધારે ટીમ એસ.ઓ.જી.નાન માણસો એ.એસ.આઇ. શાંતિલાલ, હે.કો. કમાલુદીન, હે.કો. હેમરાજસિંહ, હે.કો. ઇમદાદબેગ, પો.કો. ગોપાલભાઇ વિગેરે સ્ટાફના માણસોએ રેલ્વે સ્ટેશન વિસ્તારમાં તપાસ કરતા રેલ્વે સ્ટેશનથી એસ.ટી.ડેપો જતા રોડ ઉ૫ર દામાજીરાવ ધર્મશાળા સામેથી ઉ૫રોકત નંબરની ઓટો રીક્ષા એસ.ટી.ડેપો તરફ જઇ રહેલ હોય જેમાં ચાલક સહીત ચાર ઇસમો બેઠેલા હોય તેઓને ઓટો રીક્ષા સાથે ઝડપી પાડયા હતાં.

એસ.ઓ.જી ટીમે ઓટો રીક્ષા નં.જી.જે.૩.બી.યુ.૩૪૯૭ માં સવાર ઇસમો આકાશ ઉર્ફે રાજેશ લાભુભાઇ સોલંકી રહે.રાજકોટ થોરડા પોલીસ સ્ટેશન પાછળ ગાભાવાળા ઝુપડપટૃી ભાવનગર રોડ રાજકોટ, સુનીલ મનસુખભાઇ સોલંકી રહે.રાજકોટ ચુનારી વાવ આજી ડેમ પાસે રાજકોટ, પ્રકાશ ઉર્ફે મેન્ટલ મનસુખભાઇ સોલંકી રહે.ગોંડલ સરકારી હોસ્પિટલ પાછળ નદી વિસ્તાર તા.ગોડલ જી.રાજકોટ તથા રીક્ષા ડ્રાઇવર સુનીલ ઉર્ફે સન્ની રામજીભાઇ મકવાણાને ઝડપી પાડયા હતાં.

પોલીસને ઝડપાયેલા ઇસમો પાસેથી જુદી જુદી કંપનીઓના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કુલ નંગ-૧૬ મળી આવ્યા હતાં. જેથી તેઓના કબ્જામાંથી અસંખ્ય મોબાઇલ ફોનનો જથ્થો મળેલ જે અંગે પ્રાથમિક પુછપરછ કરતા તેઓએ કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી કે માલીકી અંગેના કોઇ બીલ, પહોચ કે આધાર પુરાવા રજુ કરી શકેલ નહી. તેમજ તમામ ઇસમો રાજકોટ ગોંડલના વતની હોય હાજરી બાબતે પણ કોઇ સાચી માહિતી જણાવેલ નહી. જેથી તેઓની અંગઝડતી દરમ્યાન મળેલ જુદી જુદી કંપનીના એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૧૬ (સેમસંગ, વિવો, ઓપો, નોકીયા તથા એમઆઇ) વિગેરે કિ.રૂ.૧,૬૧,૦૦૦/- તથા ઓટો રીક્ષા કિ.રૂ.૧,૦૦,૦૦૦/- સહીત કુલ્લે રૂ.૨,૬૧,૦૦૦/- નો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગોંડલ તેમજ રાજકોટના ઉ૫રોકત વેડવા દેવીપુજક ઇસમોની વધુ પુછપરછ દરમ્યાન તેઓ પાસેથી કબ્જે કરવામાં આવેલ મોબાઇલ ફોનો જુદા જુદા સમયે વડોદરા ખાતે ઓટો રીક્ષામાં આવી વડોદરા શહેરના ભુતડીઝાંપા શુક્રવારી બજાર, કારેલીબાગ, સયાજીગંજ તથા રેલ્વે સ્ટેશન, તેમજ એસ.ટી.ડેપો તેમજ ધર્મજ મેળામાંથી વિગેરે સ્થળોએથી ગ્રાહકોની ભીડભાડ વચ્ચે તેઓની નજર ચુકવી મોબાઇલ ફોનની ચોરીઓ કરેલ હોવાનું અને આ ચોરી કરેલા મોબાઇલો રાજકોટ તથા આજુ બાજુના ગામોમાં વેચતા હોવાનું અને તેઓએ આજદીન સુધીમાં આશરે ૨૦ થી ૨૫ જેટલા મોબાઇલ ફોનની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. એન્ડ્રોઈડ મોબાઈલની ચોરી તેમણે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ચોરી કરી હોવાનું ખુલ્યુ હતું. પોલીસે ચોરીના ૧૬ મોબાઈલ સાથે ઝડપી પાડેલા ચારેય દેવીપૂજકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story