Connect Gujarat
ગુજરાત

વડોદરા : અલકાપુરીમાં નિર્માણાધીન હોટલની સાઇટ પર શ્રમજીવી મહિલાનું મોત

વડોદરા : અલકાપુરીમાં નિર્માણાધીન હોટલની સાઇટ પર શ્રમજીવી મહિલાનું મોત
X

વડોદરા

શહેરના અલકાપુરી વિસ્તારમાં નિર્માણાધીન હોટલની સાઈટ પર શ્રમજીવી મહિલાના મોતની

ઘટના બની હતી. બિલ્ડર અને સુપરવાઈઝરે મામલો રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હતો પણ

અન્ય કામદારોએ પોલીસને જાણ કરી દીધી હતી.

પોલીસ

સુત્રિય માહિતી અનુસાર વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં મેરીઓન નામની વૈભવી

હોટેલનું બાંધકામ ચાલી રહ્યું છે. રવિવારે સવારે બાંધકામની કામગીરી દરમિયાન એક શ્રમજીવી મહિલા નીચે

પટકાતા તેનું મોત નિપજ્યું હતું. અચાનક થયેલાં અવાજથી અન્ય શ્રમજીવીઓ દોડી આવ્યાં

હતાં પણ મહિલાના માથામાં ગંભીર ઇજા થતાં તેણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો. બનાવની જાણ થતાંજ સુપરવાઇઝર અને બિલ્ડર

સ્થળ પર દોડી આવી સમગ્ર મામલાને રફેદફે કરી દેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે અન્ય કામદારોએ

જાણ કરતાં સ્થાનિક પોલીસ દોડી આવી હતી અને 108 મારફતે મહિલાના મૃતદેહને એસ.એસ.જી

હોસ્પિટલ ખાતે ખસેડી આગળની તપાસ આરંભી છે. હાલ તો સયાજીગંજ પોલીસે અકસ્માતે મોતનો

ગુનો નોધી કાર્યવાહી હાથ ધરી છે.

Next Story