કરજણમાં નીલગીરીના ખેતરમાંથી વિકૃત અવસ્થામાં યુવાનનો મૃતદેહ મળતા ચકચાર

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વેમારડી રોડ ઉપર આઇનોક્સ કંપનીની સામે આવેલ એક નીલગીરીના ખેતરમાં વિકૃત હાલતમાં બળીને ભડથું થઈ ગયેલી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

New Update
a
Advertisment

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વેમારડી રોડ ઉપર આઇનોક્સ કંપનીની સામે આવેલ એક નીલગીરીના ખેતરમાં વિકૃત હાલતમાં બળીને ભડથું થઈ ગયેલી એક અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Advertisment

પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કરજણ - વેમારડી રોડ ઉપર આઈનોકસ કંપનીની સામે આવેલ એક નીલગીરીના ખેતરમાં નિત્યક્રમ મુજબ ખેતરમાં આવેલ ખેડૂતને બળીને ભડથું થઈ ગયેલો વિકૃત હાલતમાં એક મૃતદેહ જોવા મળ્યો હતો.જેની જાણ કરજણ પોલીસને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.પોલીસે મરણ જનારની હત્યા કરીને લાશને બાળી નાખી પુરાવાનો નાશ કરવા બાબતનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હત્યાનો ભેદ ઉકેલવા પોલીસ દ્વારા FSL તેમજ ડોગ સ્કોડની મદદ લેવામાં આવી છે.

પોલીસ તપાસ દરમિયાન ઘટના સ્થળે ભડથું થયેલા વિકૃત રીતે મૃત હાલતમાં મળી આવેલ મરણ જનાર ઈસમની લાશનાં કમરના ભાગે કોપરની બોટલના ટુકડા સળગી ગયેલી હાલતમાંકમરના સળગી ગયેલ ભાગ તરફ રાખવામાં આવેલ એક મોબાઇલ સળગીને છૂટો પડેલો મળ્યો હતો,જ્યારે એક સ્ટીલનો ગ્લાસ તેમજ લાશની નજીક એક મોટર સાયકલના વ્હીલના નિશાન જોવા મળ્યા હતા.લાશની આજુબાજુ સુકાયેલ કાળાસફેદ તેમજ ક્રીમ તથા વાદળી રંગનું પ્રવાહી તથા સુકાયેલ અવશેષો પડેલા હતા.મૃતદેહને જોતા મરણ જનાર આશરે 25 થી 35 વર્ષના યુવાન પુરુષની લાશ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળે છે.અને આ ભેદી હત્યાનો ભેદ ઉકેલવા માટે પોલીસે પ્રયાસો શરૂ કર્યા છે.

Latest Stories