Connect Gujarat
વડોદરા 

વડોદરા: ફાર્માસ્યુટિકલ કંપની અમેરિકન કંપનીએ આટલા કરોડમાં ખરીદી

સાંડેસરા બંધુઓનું 16 હજાર કરોડના કૌભાંડ બાદ છઠ્ઠી સૌથી મોટી કંપનીનું ઇ-ઓક્શન કરવામાં આવ્યું.

વડોદરા: ફાર્માસ્યુટિકલ કંપની અમેરિકન કંપનીએ આટલા કરોડમાં ખરીદી
X

સાંડેસરા બંધુઓનું 16 હજાર કરોડના કૌભાંડ બાદ છઠ્ઠી સૌથી મોટી કંપનીનું ઇ-ઓક્શન કરવામાં આવ્યું. વડોદરા સ્ટર્લિંગ બાયોટેક કંપની 650 કરોડમાં વેચવામાં આવી. એક અમેરિકન કંપનીએ 650 કરોડમાં ખરીદી છે. હરાજીમાં કુલ પાંચ કંપનીઓ ભાગ લીધો હતો. જેમાંથી ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા અને બેલ્જિયમ ફર્મ ગણાતી અમેરિકાની પરફેક્ટ ડે નામની કંપનીએ સૌથી ઉંચી બોલી લગાવી હતી. 4 એપ્રિલના રોજ બપોરે 11થી 1:30 કલાકે ઇ-ઓક્શન કરવામાં આવ્યું હતું. જેમાં 5 કંપનીઓ ભાગ લીધો હતો.

અરબિંદો ફાર્મા કેડિલા હેલ્થ કેર, યુપીએલ સહિત કેટલીય ભારતીય કંપનીઓ પણ તેમા રસ દાખવ્યો હતો. તબક્કાવાર બોલી બાદ રુપિયા 548.43 કરોડની બેઝ પ્રાઈઝ રાખવામાં આવી હતી. ફાર્માસ્યુટિકલ જીલેટીન ક્ષેત્રમાં છઠ્ઠી સૌથી મોટી કંપની 650 કરોડ રૂપિયા ઉપજ્યા હતા.નીતિન સાંડેસરા અને ચેતન સાંડેસરા ની કંપની સ્ટર્લિંગ બાયોટેક દ્વારા દેશની આંધ્ર બેંક,પંજાબ નેશનલ બેંક સહિત વિવિધ બેંકો પાસેથી રૂપિયા 16 હજાર કરોડની લોન લીધા બાદ ભરપાઈ કરવામાં આવી નહોતી.

તેમની સામે આ અંગે 2017માં ગુનો નોંધાતા સાંડેસરા પરિવારના ચાર સભ્યો દેશ છોડી ભાગી ગયા હતા. આ મામલે ઇડી દ્વારા અત્યાર સુધી કુલ 14,543 કરોડની મિલકતો જપ્ત કરવામાં આવી હતી.નેશનલાઈઝ બેંકો અને ફાઇનાન્સ કંપની કરોડનો ચૂનો ચોપડી વિદેશમાં ફરાર થઇ જનાર કૌભાંડી સાંડેસરા બંધુઓનું બોલિવુડ કનેક્શન સામે આવ્યું હતું.. 16 હજાર કરોડના બેંક કૌભાંડમાં બોલિવુડ અભિનેતા ડીનો મોરિયા અને પ્રોડ્યુસર સંજય ખાનની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી હતી.સાંડેસરા બંગલાનું ઇન્ટિરિયર ડિઝાઇન શાહરુખની પત્ની ગૌરી ખાન અને સુઝાને કર્યું હતું.. સુઝાનની મુલાકાતને પગલે સાંડેસરા સંજય ખાન ના સંપર્કમાં આવ્યો હતો. મહત્વનું છે કે ઇડીએ હમણાં થોડા સમય પહેલા સાંડેસરા ગ્રૂપ કેસમાં મની લોન્ડરીંગ એકટ હેઠળ રૂ. 8.79 કરોડની આઠ જંગમ અને સ્થાવર મિલકતો ટાંચમાં લીધી હતી.

Next Story